GSTV

પ્રવિણ તોગડિયા લાપતા થતા VHP કાર્યકરોનો સમગ્ર ગુજરાતમાં હોબાળો, જુઓ ક્યાં ક્યાં થઈ અસર?

Last Updated on January 15, 2018 by

પ્રવિણ તોગડિયાના લાપતા થવાના અહેવાલ મળતા જ વીએચપી કાર્યાલયે કાર્યકરોના ટોળા ઉમટ્યાં છે.  કાર્યકરોએ ભારે હોબાળા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ડોક્ટર વાણિકર ભવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ બેઠક યોજાઈ છે.

રણછોડ ભરવાડ, અશ્વિનભાઈ પટેલ સહિતના નેતાઓની બેઠકમાં આગળની રણનીતિની ચર્ચા કરી. જ્યારે કે બહાર કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો કર્યો હતો.

જામનગરમાં વીએચપીના દેખાવો

જામનગરમાં પણ વીએચપી કાર્યકરોએ દેખાવો કર્યા છે.જામનગરના લાલ બંગલો સર્કલ ખાતે વીએચપી કાર્યકરોએ ચક્કાજામ કરતા થોડો સમય માટે પરિસ્થિતી તંગ બની ગઇ હતી.

પ્રવીણ તોગડીયાના ગાયબ થવાના મુદ્દે શિવસેનાએ પણ ચીમકી ઉચ્ચારી છે અને કહ્યુ છેકે જો તેમને કંઇ થયું તો દેશભરમાં તેના પરિણામો જોવા મળશે.

સુરતમાં પણ ઘેરા પડઘા

પ્રવીણ તોગડીયાના ગાયબ થવાના ઘેરા પડઘા સુરતમાં પણ પડ્યા છે.સુરત રેલવે સ્ટેશન નજીક વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે.કાર્યકરોએ રાજસ્થાન પોલીસે તોગડીયાની કરેલી કથિત ધરપકડનો વિરોધ નોંધાવીને સાથે રાજ્ય સરકાર સામે પણ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને સુત્રોચ્ચાર કર્યો હતો

રાજકોટમાં વીએચપીનો વિરોધ

રાજકોટમાં પણ પ્રવીણ તોગડીયાના ભેદી સંજોગોમાં ગાયબ થવાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.રાજકોટના ત્રિકોણ બાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે.પોલીસ દ્વારા પ્રવીણ તોગડીયા સામે જે કાર્યવાહી કરાઇ છે તેને લઇને પોલીસ તંત્ર સામે પણ વિહિપ કાર્યકરોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

બનાસકાંઠામાં વિહીપ-બજરંગદળનો ચક્કાજામ

પ્રવીણ તોગડીયાનું ભેદ સંજોગોમાં ગાયબ થવાનો મામલો બનાસકાંઠામાં પણ થોડો સમય માટે ગરમાયો હતો.આ મામલે પોલીસ પાસે જવાબ લેવા માટે વિહિપ અને બજરંગ દળના કાર્યકરોએ રાધનપુર શિહોરી હાઇવેને બ્લોક કરીને ચક્કાજામ સર્જી દીધો હતો.આ ઉપરાંત કંડલા તરફનો મુખ્ય માર્ગ પણ બંધ કરી દેવાતા વાહનોની લાંબી કતારો લાગી હતી.કાર્યકરોએ રસ્તા પર બેસીને વાહન વ્યવહાર અટકાવી દીધો હતો જો કે પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને કાર્યકરોને હાઇવે પરથી હટાવીને રસ્તાને ફરી શરૂ કરાવ્યો હતો

સોલા પોલીસનો અટકાયતનો ઇન્કાર

બીજી તરફ સોલા પોલીસ સ્ટેશનનું કહેવું છે કે તેઓએ પ્રવિણ તોગડિયાની અટકાયત કરી નથી.જોકે વીએચપીના કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને પ્રવિણ તોગડિયાને શોધવા પોલીસ મહેનત કરે તેવી માંગ કરી છે.

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયાની સંભવિત અટકાયત મામલે વીએચપીના કાર્યકરોએ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચાવ્યો છે.જોકે સોલા પોલીસે પ્રવિણ તોગડિયાની અટકાયતથી ઈન્કાર કર્યો છે.તો બીજી તરફ વીએચપીએ પ્રવિણ તોગડિયાને જીવનું જોખમ હોવાની દહેશત વ્યક્ત કરી છે.

વીએચપીનું કહેવું છે કે પ્રવિણ તોગડિયાનો ફોન સ્વીચ ઓફ આવે છે.10 વર્ષ જૂના હત્યા કેસમાં રાજસ્થાન પોલીસે  આ કેસની વિગત એવી છે કે 10 વર્ષ જૂના એક હત્યા કેસમાં રાજસ્થાનની ગંગાનગર પોલીસે  દહેશત વ્યક્ત કરી છે કે પ્રવિણ તોગડિયાનો ફોન સ્વીચ  ઓફ આવે છે આથી ક્યાંક

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયા પર જીવનુ જોખમ હોવાની સંભાવના વીએચપીએ વ્યક્ત કરી છે.10 વર્ષ જૂના એક હત્યા કેસમાં રાજસ્થાનની ગંગાપુર પોલીસે પ્રવિણ તોગડિયાની અટકાયત કરી છે.રાજસ્થાન અને ગુજરાતની પોલીસે સાથે મળીને તેમની અટકાયત કરી છે. વીએચપીએ દહેશત વ્યક્ત કરી છે કે પ્રવિણ તોગડિયાનું એન્કાઉન્ટર થઈ શકે છે.

સમાચાર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં વીએચપીના કાર્યકર્તાઓ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન પહોચ્યા છે.જોકે સોલા પોલીસે પ્રવિણ તોગડિયાની અટકાયક કરી હોવાનો ઈન્કાર કર્યો છે.

જૂનાગઢમાં વીએચપીનું ચક્કાજામ

જૂનાગઢ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાએ આઝાદ ચોકમાં ચક્કાજામ કર્યુ હતુ.વીએચપીના નેતા પ્રવિણ તોગડિયાના લાપતા હોવાની ઘટનાને લઇને ચક્કાજામ કરીને સુત્રોચ્ચાર કર્યો હતો.

ભુજમાં પણ વીએચપીનું ચક્કાજામ

ભુજમાં V H P  દ્વારા ચક્કાજામ કરાયો હતો. V H P ના નેતા પ્રવિણ તોગડીયાની ધરપકડના વિરોધમાં જ્યુબિલી સર્કલ પાસે ચક્કાજામ કરાયો હતો.માનવ સાંકળ બાંધીને આ ચક્કાજામ કરાયો હતો.gujarat

Related posts

નવું સંકટ: અમેરિકામાં નવી બીમારીનો ખતરો વધ્યો અનેક લોકો થયા સંક્રમિત: દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો

pratik shah

કોરોના/ દેશનાં 22 જિલ્લામાં નવા કેસમાં ઉછાળો: 62 જિલ્લામાં 100થી પણ વધુ કેસ, મોદી સરકારે કહ્યું હળવાશથી ના લેશો

Zainul Ansari

ફફડાટ/ આગામી ચારથી છ અઠવાડિયામાં વર્તમાન આંકડા કરતા ચાર ગણા હશે કેસ, આ દેશમાં જાહેર થઈ ચેતવણી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!