GSTV
Home » News » રામ મંદિર પર PMના નિવેદનથી ખુશ નથી VHP, કર્યું આ એલાન

રામ મંદિર પર PMના નિવેદનથી ખુશ નથી VHP, કર્યું આ એલાન

વિશ્વ હિંદુ પરિષદના કાર્યાધ્યક્ષ અલોક કુમારે કહ્યું છે કે ધર્મસંસદ નક્કી કરશે કે રામમંદિર નિર્માણ માટે આગામી માર્ગ શું હોઈ શકે? તેમણે કહ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશ સુધી રાહ જોઈ શકે નહીં. યોગ્ય એ હશે કે સંસદ દ્વારા કાયદો બનાવીને ભગવાન રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણના માર્ગ તાત્કાલિક પ્રશસ્ત કરવામાં આવે. વીએચપી રામમંદિર નિર્માણ માટે સંસદ દ્વારા કાયદો બનાવવાની માગણીને લઈને સતત પોતાનો અવાજ ઉઠાવતી રહેશે. રામમંદિર નિર્માણમાં આગળ ઉઠાવવામાં આવનારા પગલાને લઈને 31 જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં કુંભ દરમિયાન આયોજીત થનારી ધર્મસંસદમાં નિર્ણય લેવામાં આવશે.

આલોક કુમારે કહ્યુ છે કે રામમંદિરનો મામલો લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં લટકેલો છે. આ મામલો 69 વર્ષથી ફસાયેલો છે. સુપ્રીમ કોર્ટમાં હજી સુધી ન્યાયાધીશોની ખંડપીઠ પણ બની નથી. તેમને પુછવામાં આવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા અને બંધારણીય મર્યાદાઓના આધારે મંદિર નિર્માણની વાત કરી છે. તેના સંદર્ભે વીએચપીએ કહ્યું હતું કે તેઓ પોતાની કોશિશોને ચાલુ રાખશે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીતના સત્તામાં બેઠેલા લોકોના મન બદલી શકાય. વીએચપી સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી રાહ જોઈ શકે નહીં. તેની સાથે જ તેઓ રામમંદિર નિર્માણને લઈને સંસદમાં કાયદો લાવે તેના માટે તેઓ સરકારને આગ્રહ કરતા રહેશે.

એસસી-એસટી એક્ટમાં સરકાર દ્વારા કરવામાં આવેલા પરિવર્તનને ટાંકીને આલોક કુમારે કહ્યુ હતુ કે સરકારની પાસે અધિકાર છે કે તેઓ મંદિર નિર્માણ માટે કાયદો બનાવી શકે છે. મોટાભાગના સાંસદો મંદિર નિર્માણ માટે સંસદ દ્વારા કાયદો બનાવાવની વાતનું સમર્થન કરે છે. તેમણે કહ્યુ છે કે વીએચપીને લાગે છે કે વડાપ્રધાન મોદી મંદિર નિર્માણને લઈને પ્રતિબદ્ધતા દર્શાવી તે સારી લાગી. પરંતુ વટહુકમને લઈને તેમના ટાઈમિંગનો સવાલ છે.

વીએચપી તેમને અભિપ્રાય આપશે કે તેઓ આમા ફેરફાર કરીને અત્યારે વટહુકમ લઈને આવે. વીએચપીના કાર્યાધ્યક્ષ આલોક કુમારે કહ્યુ છે કે અમેઠી અને રાયબરેલીના લોકોએ રામમંદિર માટે ત્યાંના સાંસદોની સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. જ્યારે અમેઠી અને રાયબરેલીના સાંસદો સમય આપશે. ત્યારે તેમની મુલાકાત કરવામાં આવશે.

આલોક કુમારે કહ્યુ છે કે તેમણે રામમંદિર નિર્માણને લઈને 350થી વધુ સાંસદોની મુલાકાત કરી છે. તમામે રામંદિર નિર્માણ પર ટેકો આપ્યો છે. આલોક કુમારે કહ્યુ છે કે રામમંદિર મામલે વારાણસીના સાંસદની સાથે પણ મુલાકાત કરાશે. મહત્વપૂર્ણ છે કે અમેઠીથી રાહુલ ગાંધી, રાયબરેલીથી સોનિયા ગાંધી અને વારાણસીથી નરેન્દ્ર મોદી લોકસભાના સાંસદ છે.

Read Also

Related posts

6 મહિનામાં પહેલી વખત ક્લીન શેવમાં દેખાયા કપિલ શર્મા, શેર કર્યો નવો લૂ

Path Shah

હિન્દી સિનેમામાં સહાયક અભિનેતાઓના સારા દિવસો, અપારશ્કિત ખુરાનાને મળી આ મોટી ફિલ્મ

Kaushik Bavishi

ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા જે.પી. નડ્ડાએ ગાંધીનગર શરૂ કર્યો બેઠકોનો દોર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!