GSTV
Ahmedabad Trending ગુજરાત

વીએચપીના ગુજરાતના પ્રમુખે કહ્યું, વર્ષો પહેલા જોયેલું સપનું થવા જઈ રહ્યું છે સાકાર

લગભગ ૫૦૦ વર્ષથી રામ મંદિર માટેની લડાઈ ચાલી રહી હતી અને વીએચપી દ્વારા ૧૯૮૩થી આંદોલન શરૂ કરાયુ હતું. અને અંતે ૧૯૯૨માં બાબરી ઢાંચો ધ્વસ્ત કરવામાં આવ્યો જેમાં હાલના વીએચપીના ગુજરાતના પ્રમુખ દિલીપ ત્રિવેદી પણ હતા ત્યારે શું બન્યું હતું આવો જાણીએ તેની પાસેથી જ અયોધ્યા. આ નામ આવે અને દિલીપ ત્રિવેદીની આંખમાં ચમક આજે પણ આવે છે. ભવ્ય રામમંદિરની છબી આંખ સામે તરવરી ઉઠે છે. વ્યવસાયે વકીલ દિલીપ ત્રિવેદીની આંખોએ સેવેલું સપનું સાકાર થવા જઈ રહ્યું છે.

સરિયૂના તીરે ભવ્ય રામ મંદિરના નિર્માણની વર્ષોથી રાહ જોતી આ આંખમાં હવે સંતોષ ઝળકી રહ્યો છે. સંઘના સંસ્કારે સિંચાયેલા દિલીપ ત્રિવેદી હવે વીએચપીના પ્રદેશ પ્રમુખ છે. સૌ કોઈને માટે રામ મંદિર એટલે 1992 જ યાદ આવે. પણ દિલીપ ત્રિવેદી તો તેનાય દશકા પહેલાંથી એટલે કે ૧૯૮૩થી રામ મંદિરના રંગે રંગાયેલા હતા. વર્ષ ૧૯૯૨માં જયારે બાબરી ધ્વસ્ત થઈ તે પહેલાં ૧૯૯૦માં પહેલી કારસેવામાં પણ કર્મઠ બન્યા હતા. દિલીપભાઈની વાતોમાં વર્ષો નહીં દશકાઓ જૂનો ભૂતકાળ તાજો થઈ જાય છે. વાત 1986ની છે. રામલાલા જ્યાં બિરાજતા હતા તે મંદિરના તાળા તોડવામાં આવ્યા. રામ – જાનકીની રથયાત્રા પણ નીકળી. રામશિલાનું પૂજન અને રામ જ્યોતિ કાર્યક્રમનું પણ આયોજન થયું. આ બધું દિલીપભાઈની આંખોમાં, વાતોમાં ડોકાઈ આવે છે.

READ ALSO

Related posts

કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત

GSTV Web Desk

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ

GSTV Web Desk
GSTV