GSTV
India News ટોપ સ્ટોરી

રામ મંદિર નિર્માણ મામલે વિશ્વ હિંદુ પરિષદની ધર્મસભા, જો ઓરંગઝેબ રોડનું નામ બદલી શકાય તો..

સંસદના શિયાળુ સત્રના શરૂ થવાના બે દિવસ પહેલા રામમંદિર નિર્માણ માટે વટહુકમ લાવવાની માગણીને લઈને વિશ્વ હિંદુ પરિષદે દિલ્હીના રામલીલા મેદાનમાં ધર્મસભાનું આયોજન કર્યું છે. વીએચપીની ધર્મસભામાં સંગઠનના મોટા પદાધિકારીઓની સાથે ઘણાં સાધુ-સંતો પણ હાજર છે. ધર્મસભામાં સાધ્વી ઋતંભરા, મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગિરિ, જગતગુરુ હંસદેવાચાર્ય મહારાજ, મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદ મહારાજ, આરએસએસના સરકાર્યવાહ ભૈય્યાજી જોશી, વીએચપીના કાર્યાધ્યક્ષ આલોક કુમાર અને વીએચપીના અધ્યક્ષ બી. એસ. કોકજે સંબોધનો કર્યા છે.

જે કંઇ પણ થાય તે શાંતિથી થાય

દિલ્હીમાં વીએચપીની ધર્મસભામાં આરએસએસના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે કહ્યુ છે કે તેઓ ચાહે છે કે જે પણ કંઈ થાય તે શાંતિથી થાય. સંઘર્ષ કરવાનો હોત, તો રાહ જોવત નહીં. જેથી તમામ લોકો આમા સકારાત્મક પહેલ કરે. કોઈની સાથે સંઘર્ષ નથી. રામરાજ્યથી જ શાંતિ આવે છે. દેશની ચાહત રામરાજ્ય છે. ભૈય્યાજી જોશીએ કહ્યુ છે કે અદાલતની પ્રતિષ્ઠા બની રહેવી જોઈએ. જે દેશમાં અદાલતમાં વિશ્વાસ ઘટે છે. તેનું ઉત્થાન થવું અસંભવ છે. માટે કોર્ટે જનભાવનાઓનું સમ્માન કરવું જોઈએ. ભારત પર હુમલો કરનારા હુમલાખોરોના નિશાન ભૂંસાવા જોઈએ.

ભૈય્યાજી જોશીએ કહ્યુ છે કે 1992માં અધુરું કામ થયું હતું. આજે અયોધ્યામાં કામચલાઉ મંદિર જોઈને રામભક્તો દુખી થાય છે. અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ થશે. રામમંદિર નિર્માણનો સંકલ્પ પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે અને સત્તામાં બેઠેલા લોકો પણ આના માટે સંકલ્પ ધરાવે છે. આરએસએસના સરકાર્યવાહે કહ્યુ છે કે રામમંદિર નિર્માણના સંકલ્પને સરકાર પૂર્ણ કરે. રામમંદિર મામલે બંધારણીય વિકલ્પ પણ ખુલ્લો છે. રામમંદિર નિર્માણ ભવિષ્યના રામરાજ્યનો આધાર બનશે તેવી આશા વ્યક્ત કરતા ભૈય્યાજી જોશીએ કહ્યુ હતુ કે દેશની ચાહત રામરાજ્ય છે અને રામરાજ્યથી શાંતિ આવશે.

આજની રાજસત્તા પણ સંકલ્પ પૂર્ણ કરે

ધર્માસભાને સંબોધિત કરતા વીએચપીના ઉપાધ્યક્ષ ચંપતરાયે કહ્યુ છે કે જો ઈન્ડિયા ગેટથી જોર્જ પંચ હટાવી શકાય છે. વિક્ટોરિયા ગાયબ થઈ શકે છે. ઈરવિન હોસ્પિટલ, વિલિંગ્ટન હોસ્પિટલ, ઔરંગઝેબ રોડના નામ બદલી શકાય છે. સોમનાથ મંદિરના પુનર્નિમાણનો સંકલ્પ ભારતની રાજસત્તા 1950માં કરી શકે છે, તો આજની રાજસત્તા પણ સંકલ્પ કરે. હિંદુસ્તાનની યુવાશક્તિ આ રાજસત્તાને બળ પ્રદાન કરવા માટે અહીં આવી છે. ચંપતરાયે કહ્યુ છે કે આગળ વધો, કાયદો બનાવો, અયોધ્યા હિંદુઓની તીર્થભૂમિ છે અને મોક્ષ નગરી છે. હિંદુઓની તીર્થભૂમિ પર કોઈ આક્રમણકારીનું કોઈ પ્રતિક હોવું જોઈએ નહીં.

વીએચપીના નેતા ચંપતરાયે કહ્યુ છે કે દેશની સંસ્થાઓએ ગુલામીનો અસ્વીકાર કરવો જ પડશે. કાયદાથી મંદિર નિર્માણ થવું જોઈએ. સરકાર અને અદાલતનો ધર્મ છે કે તેઓ જે દેશમાં છે.. તે દેશના સમ્માનની સુરક્ષા કરે. દેશના ગૌરવમાં વધારો કરે, જે આક્રમણખોરોએ દેશ પર હુમલો કર્યો, તેમની નિશાનીઓને હટાવવામાં આવે. ઉત્તરપ્રદેશની હાઈકોર્ટે ભગવાન રામના જન્મસ્થાનના ત્રણ ભાગ કર્યા.. અમારે ત્રણ ટુકડા નહીં. પણ આખી જન્મભૂમિ જોઈએ. ચંપતરાયે એક ઈંચ પણ જમીન નહીં છોડવાની વાત કરતા કહ્યુ છે કે આપણે એવો કાયદો જોઈએ કે જેમાં ભગવાન રામની જન્મભૂમિ હિંદુઓને પ્રાપ્ત થાય. અમને આવું વિભાજન સ્વીકાર્ય નથી. ચંપતરાયે કહ્યુ છે કે મંદિર સંતોના નેતૃત્વમાં બનશે.

આ સંતોએ જ ભગવાન રામની જન્મભૂમિની લડાઈને હિંદુસ્તાના છ લાખ ગામડાં સુધી પહોંચાડી છે. તેઓ ગત 32 વર્ષોથી રાતદિવસ આના માટે પરિશ્રમ કરી રહ્યા છે. અમને કોઈ અન્ય નેતૃત્વ સ્વીકાર્ય નથી. મંદિરનું મોડલ દેશના કરોડો ઘરોમાં છે. તે તસવીરનું, તે મોડલનું, તે સ્થાન પર અને તે જ પથ્થરોથી મંદિરનું નિર્માણ થશે. આ પથ્થરો અયોધ્યાની કાર્યશાળામાં તૈયાર થઈ રહ્યા છે. વીએછપીના ઉપાધ્યક્ષ ચંપત્તરાયે કહ્યુ છે કે જન્મભૂમિ અપરિવર્તનીય છે. આપણે સૌ સાથે મળીને જન્મભૂમિને બદલી શકીએ નહીં. જે ગામ અને ઝૂંપડીમાં આપણે જન્મ્યા છીએ. તે જ આપણી જન્મભૂમિ છે. આપણે ભલે શહેરમાં આવીને ઈમારતોમાં રહેલા લાગ્યા. પરંતુ આપણી જન્મભૂમિ તો તે જ રહેશે.

રામ મંદિર મામલે ખરડો લાવવો શક્ય નથી

વીએચપીના મહામંત્રી સુરેન્દ્ર જૈનનો દાવો છે કે જે લોકો માને છે કે સંસદના શિયાળુ સત્રમાં રામમંદિર મામલે ખરડો લાવવો શક્ય નથી. તેવા લોકોના હ્રદયપરિવર્તન થશે. તેમણે ક્હયુ છે કે જો શિયાળુ સત્રમાં રામમંદિર મામલે કોઈ ખરડો નહીં આવે, તો પ્રયાગમાં થનારા મહાકુંભમાં યોજાનારી આગામી ધર્મસંસદમાં ભવિષ્યની રણનીતિને નિર્ધારીત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે મહાકુંભમાં 31 જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી દરમિયાન બે દિવસીય ધર્મસંસદનું આયોજન થવાનું છે. જેમાં રામમંદિર સહીત ઘણાં અન્ય મુદ્દાઓ પર ધર્માદેશ જાહેર થશે. દિલ્હીમાં યોજાયેલી ધર્મસભાથી નિર્મોહી અખાડા અને નિર્વાણી અખાડ દૂર રહ્યા છે.

READ ALSO 

Related posts

મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો

Hardik Hingu

મમતા બેનર્જીના ટ્વિટર પરથી ગાયબ થયો જવાહરલાલ નેહરુનો ફોટો, કોંગ્રેસ ભડકીઃ આપ્યો આ રીતે જવાબ

GSTV Web Desk

ચોરીની ઘટના/ ફ્લિપકાર્ટ કંપનીની ડિલિવરી એજન્સીમાં ગન પોઇન્ટ પર 19 લાખની લૂંટ, બાઈક સવારો ફરાર

Binas Saiyed
GSTV