GSTV

ગોવાના CM પર્રિકરના બીફ પર નિવેદનથી વિવાદ, VHPએ માંગ્યું રાજીનામુ

Last Updated on July 19, 2017 by

ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકરે ગોવા વિધાનસભામાં બીફને લઇને આપેલા નિવેદનને કારણે રાજકીય ભૂકંપ સર્જાયો છે. વીએચપીએ બીફ મામલે નિવેદન બદલ મનોહર પર્રિકરનું રાજીનામું માંગ્યું છે. વીએચપી કહ્યું છે કે આવા નિવેદનથી ભાજપની છબી ખરાબ થઇ રહી છે.

ગોવામાં ભાજપની ગઠબંધન સરકારના મુખ્યપ્રધાન મનોહર પર્રિકર બીફ પર નિવેદન મામલે વિવાદમાં ફસાયા છે. પર્રિકરે કહ્યું છે કે ગોવાના સરકારી કતલખાનાઓમાં દરરોજ લગભગ 2 હજાર કિલોગ્રામ બીફનું ઉત્પાદન કરવામાં આવે છે. વધુ માંગને પૂર્ણ કરવા માટે કર્ણાટકથી બીફની આયાત કરવામાં આવશે.

ગોવા વિધાનસભાના મોનસૂન સત્રના પ્રથમ દિવસે પર્રિકરે પાડોશી રાજ્યમાંથી આયાત કરાતા બીફની ગુણવત્તાને લઈને ભાજપના ધારાસભ્યની ચિંતાનો જવાબ આપતા આના સંદર્ભે ટીપ્પણી કરી છે. મનોહર પર્રિકરે કહ્યું કે કર્નાટકથી બીફ લાવવાનું ચાલુ રહેશે. જેથી બીફની અછતના સર્જાય. આ મામલે પર્રિકરે અન્ય રાજ્યોમાંથી પણ બીફ ખરીદવા આશ્વાસન આપ્યું.

ભાજપના ધારાસભ્યે કહ્યું હતું કે કર્ણાટકમાંથી ખરીદવામાં આવતા બીફની યોગ્ય ચકાસણી કરાવવામાં આવે. પર્રિકરના નિવેદન પર વિશ્વ હિંદુ પરિષદે નારાજગી વ્યક્ત કરી છે. વિશ્વ હિંદુ પરિષદે ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકરનું રાજીનામું માંગ્યું છે.

Related posts

નવું સંકટ: અમેરિકામાં નવી બીમારીનો ખતરો વધ્યો અનેક લોકો થયા સંક્રમિત: દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો

pratik shah

કોરોના/ દેશનાં 22 જિલ્લામાં નવા કેસમાં ઉછાળો: 62 જિલ્લામાં 100થી પણ વધુ કેસ, મોદી સરકારે કહ્યું હળવાશથી ના લેશો

Zainul Ansari

રેલ્વેની મોટી જાહેરાત: એરપોર્ટની જેમ લક્ઝુરિયસ બનાવવામાં આવશે આ 5 સ્ટેશન, મળશે વિશ્વ કક્ષાની સુવિધા, જાણો કેટ કેટલું બદલાઈ જશે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!