GSTV
Bollywood Entertainment Trending

પ્રવિણ તોગડિયાના સંગઠનની ઘોષણા, સલમાન ખાનની જાહેરમાં ધોલાઇ કરનારને આપશે 2 લાખનું ઇનામ

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયાના નવા સંગઠન ‘હિન્દુ આગે’ના આગરા એકમના પ્રમુખ ગોવિંદ પારાશરે બૉલીવુડ અભિનેતા સલમાન ખાનની સૌની સામે ધોલાઇ કરનારને 2 લાખ રૂપિયાનું ઇનામ આપવાની ઘોષણા કરી છે. હકીકતમાં ગોવિંદ પારાશરે સલમાન ખાન પર હિન્દુઓની લાગણી દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન  એક ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છે જેનું નામ લવરાત્રિ રાખ્યું છ. પારાશરનો આરોપ છે કે ફિલ્મને જાણીજોઇને હિન્દુ તહેવાર નવરાત્રિ દરમિયાન રિલિઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ પણ સલમાન ખાન પોતાના બનેવી આયુષ શર્માના કિસિંગ સીન પર વાઁધો દર્ષાવી ચુક્યો ચે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના ડાયરેક્ટર અભિરાજ મીનાવાલા આયુષ અને વરીના વચ્ચે કિસિંગ સીન શુટ કરવા માંગતા હતા પરંતુ સલમાને આ સીન માટે ઇનકાર કરી દીધો. સલમાનની ઇચ્છા છે કે આ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ બને.

આ સાથે જ પારાશર અને સંગઠનના અન્ય કાર્યકર્તા ગત ગુરુવારે ભગવાન ટૉકિઝ પહોંચ્યા હતા અને સલમાન ખાનની ફિલ્મોના પોસ્ટર સળગાવ્યા હતા. પારાશરનું કહેવુ છે રે સલમાન ખાનની લવરાત્રિ ફિલ્મ નવરાત્રિને વિકૃત બનાવીને બનાવી રહ્યા છે. નવરાત્રિ એક ધાર્મિક તહેવાર છે જેની સાથે કરોડો હિન્દુઓની ભાવનાઓ જોડાયેલી છે. અમે આ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી રહ્યાં છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, શહેર એકમના અધ્યક્ષ તરીકે મે ઘોષણા કરી છે કે ફિલ્મ અભિનેતા સલમાન ખાનની જાહેરમાં ધોલાઇ કરનારને બે લાખ રૂપિયાનું ઇનામ આપીશ. આ ફિલ્મની રિલિઝ કરવાની પરવાનગી ન આપવી જોઇએ અને જો આ ફિલ્મને રિલિઝ કરવનાની પરવાનગી આપવામાં આવી તો થિયેટરો સળગાવી દેવામાં આવશે.

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV