હિંમતનગરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો કાળા વાવટા બતાવી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. હિંમતનગરના સાબરડેરી નજીક મંદિર તોડી દેવાને લઈને વિરોધ કરવામાં આવતા પોલીસ પણ દોડતી થઈ. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે, આગામી સમયમાં મંદિરનું પુનઃ નિર્માણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

5એપ્રિલ ના રોજ હિંમતનગર ના બોરિયા ગામે તંત્ર અને નેતાઓની મિલી ભગત સાથે ગોગા મહારાજ નું મંદિર 300 પોલીસ બંદોબસ્ત સાથે તોડી નાખવામાં આવ્યું જેના વિરોધમાં ભાજપના અધયક્ષ સી આર પાટીલનો કાફલો હિંમતનગરના મહાવીરનગર ચોક ખાતે પહોંચ્યો ત્યારે બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો જે સમયે પોલીસ અને વહીવટી તંત્ર પણ શ્વાસ અધ્ધર કરી દોડતું થઈ ગયું જેના પડગા છે.
સાબરાકાંઠા કોંગ્રેસમાં મોટું ગાબડું
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સાબરકાંઠામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યુ છે. આજે કોંગ્રેસના 51 જેટલા હોદ્દદારો ભાજપમાં જોડાયા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આજે સાબરકાંઠા પ્રવાસે છે. ત્યારે તેમની ઉપસ્થિતિમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ મહામંત્રી અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ ભાજપમાં સામેલ થયા છે. તેમની સાથે જ 400 થી વધારે કોંગ્રેસના કાર્યકરો ભાજપનો ભગવો ધારણ કર્યો છે.
મોદી ગ્રાઉન્ડ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન
ભાજપના 42મા સ્થાપના દિવસે હિંમતનગરના મોદી ગ્રાઉન્ડ પર વિવિધ ત્રણ કાર્યક્રમોનું આયોજન થયું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાર્યકરોને ઓનલાઈન સંબોધન સાંભળ્યા બાદ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ સીઆર પાટીલે કોંગ્રેસના આગેવાનોને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. ત્યારબાદ સીઆર પાટીલ કાંકણોલ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્યાંગોના સન્માન સમારોહમાં હાજરી આપશે.

પાટીલના પ્રવચન શરૂ થતા જ લોકોએ ચાલતી પકડી
સાબરકાંઠાના હિંમતનગરમાં પ્રાથમિક સભ્ય મહાકુંભ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના પ્રવચન શરૂ થતા જ લોકોએ ચાલતી પકડવા માંડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખુરશીમાં બેઠેલા લોકો ઉભા થઈને ચાલવા માંડ્યા હતા.અને ખુરશીઓ ખાલી જોવા મળી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો