GSTV
Home » News » દિગ્ગજ સંગીતકાર અન્નપુર્ણા દેવીનું 91 વર્ષની ઉંમરે થયું નિધન

દિગ્ગજ સંગીતકાર અન્નપુર્ણા દેવીનું 91 વર્ષની ઉંમરે થયું નિધન

ભારતરત્નથી સમ્માનિત દિવંગત સિતારવાદક પંડિત રવિશંકરના ભૂતપૂર્વ પત્ની અને દિગ્ગજ સંગીતકાર અન્નપૂર્ણા દેવીનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. અન્નપૂર્ણા દેવી 91 વર્ષના હતા. છેલ્લા કેટલાક વર્ષોથી જૈફવયને લગતી બીમારીની સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા અન્નપૂર્ણા દેવીનું સવારે ત્રણ વાગ્યે અને 51 મિનિટે નિધન થયું હતું. અન્નપૂર્ણ દેવી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ભારતીય સુરબહાર વાદક હતા. તેઓ અલાઉદ્દીનખાનના પુત્રી અને શિષ્યા હતા. તેમણે સિતારવાદક પંડિત રવિશંકર સાથે લગ્ન કર્યા હતા. જો કે બાદમાં તેમના લગ્ન તૂટી ગયા હતા.

  • 23 એપ્રિલ 1927માં મધ્યપ્રદેશમાં તેમનો જન્મ થયો
  • મહારાજા બ્રિજનાથ સિંહે આપ્યું હતું અન્નપુર્ણા દેવી નામ
  • 1941માં પંડિત રવિશંકર સાથે કર્યા લગ્ન જે 1962માં છુટ્ટા પડ્યા
  • ડિવોર્સ બાદ તેમણે પબ્લિકલી શૉ કરવાના છોડી દીધા હતા.
  • 1977માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા
  • 1991માં સંગીત નાટક અકાદમી એર્વોડ એનાયત થયો
  • 1999માં વિશ્વા ભારતી યુનિવર્સિટી દ્વારા ડૉક્ટરેટની પદવી આપવામાં આવી
  • 2004માં સંગીત નાટક એકાદમી એર્વોડ

Related posts

સુરતના આ મેદાનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ

Nilesh Jethva

ચીને પોતાનું કોમર્શિયલ રોકેટ કર્યું લોન્ચ, આ છે ડ્રેગનની ભવિષ્યની યોજના

Path Shah

અમદાવાદની એલજી હોસ્પિટલમાં બોલી બઘડાટી, મામલો દબાવવા મીડિયાને નો એન્ટ્રી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!