GSTV

ભાજપમાં ડખા/ ગોડફાધરની મદદથી પ્રદેશ મહામંત્રી બની ગયા પણ આશીર્વાદ લેવા જતાં દિગ્ગજ નેતાએ ઠપકાર્યા, ચાપલૂસી ભારે પડી

થોડા સમય અગાઉ એક હાસ્યાસ્પદ કિસ્સો કમલમના નવ નિયુક્ત મહામંત્રી સાથે થયો હતો. પોતાની નિયુક્તિ થઇ એજ દિવસે સાંજે સરકારમાં કી પોસ્ટ પર રહેલા નેતાની મુલાકાત માટે ગયા ત્યારે તેમને ઠપકો સંભાળવો પડ્યો હતો. વાત લીક થાય એ પહેલા પાણી પહેલા પાળ બાંધવા પ્રયાસ કરતા હોય એ રીતે આવું કાઈ તેમની સાથે થયું જ નથી પરંતુ અન્ય મહામંત્રીને ઠપકો સંભાળવો પડ્યો હોવાની ચર્ચા તેમણે ખાનગીમાં શરુ કરી દીધી હતી. પરંતુ, કહેવાય છે ને કે સૂર્ય આડે પડદો રાખી દેવાથી અંધારું નથી થઈ જતું માત્ર છાયો મળે છે.

ભાજપ

દિગ્ગજ નેતા પહોંચ્યા શુભેચ્છા મુલાકાતે તો થઇ ફજેતી

પ્રદેશ સંગઠનની નવી નિમણુક થોડા સમય અગાઉ થઇ છે. રાજ્યના એક નેતાને સંગઠનમાં મહત્વની કહી શકાય એવી મહામંત્રીની જવાબદારી મળી આવા સંજોગોમાં તમામ નવા નીમાયેલા નેતાઓ રાજ્યના દિગ્ગજ નેતાઓની શુભેચ્છા મુલાકાત માટે જતા હોય છે એજ રીતે એ નેતા નિમણુકના દિવસે સાંજે જ રાજ્યના એક દિગ્ગજ અને કી પોસ્ટ પર રહેલા નેતાની શુભેચ્છા મુલાકાત માટે ગયા હતા. ત્યારે તેમને ખરું ખોટું સંભાળવાની નોબત આવી હતી. કારણ કે એ નેતા હસતા મો એ લોકોને ખરું ખોટું કહી દેવાની છાપ ધરાવે છે પરંતુ આ વખતે ઉલટી ગંગા વહી હતી અને તેમને ખરું ખોટું સંભાળવું પડ્યું હતું

આ નેતાએ લઇ નાખ્યો મહામંત્રીનો ઉધડો

જેવા તે નેતા ત્યાં પહોચ્યા ત્યારે રાજ્યની કી પોસ્ટ પર રહેલા નેતાએ તુરંત જ ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે કેમ ભાઈ તમારે અહી આવવું પડ્યું. જેથી એ મહામંત્રીએ કહ્યું હતું કે આપની શુભેચ્છા મુલાકાત માટે આવ્યો છે. જેથી કી પોસ્ટ પર રહેલા નેતા એ પિત્તો ગુમાવ્યો હતો અને કહ્યું હતું કે તમારે તો ત્યાં જ રહેવાનું હોયને એક ખૂણામાં બેસીને આપ જ બધ્ધું નક્કી કરી લો છોને મને વિશ્વાસમાં લીધા વગર જ બધું નક્કી કરી રહ્યા છો પરંતુ જે થઇ રહ્યું છે એ યોગ્ય નથી થઇ રહ્યું. આમ ઠપકો પણ સંભાળવો પડ્યો હતો.

અન્ય મહામંત્રી પર ઠીકરું ફોડવા પ્રયાસ

હદ તો ત્યારે થઇ કે આખી ઘટનામાંથી પોતાને શીફ્તતા પૂર્વક દુર કરી અન્ય મહામંત્રી પર ઠીકરું ફોડવા પણ પ્રયાસ કર્યો અને કેટલાક લોકો સુધી એવી વાત પહોચાડી હતી કે તેમને કી પોસ્ટ પર રહેલા નેતાએ ઠપકો આપ્યો પરંતુ સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓને આ અંગે હકીકતની જાણ થઇ ગઈ હતી. હવે કમલમમાં આ વાત ચર્ચાના ચગડોળે ચઢી ગઈ છે અને અંદરખાને તમામ ઠપકો સંભાળનાર નેતાની ઠેકડી ઉડાવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

નવા સ્ટેડિયમની પીચની કમાલ : ફટાફટ વિકેટો પડી, બે દિવસમાં ખેલ ખતમ, અંગ્રેજોની નાલેશીજનક હાર!

pratik shah

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!