GSTV

દુઃખદ સમાચાર / પત્રકાર વિનોદ દુઆએ લીધા અંતિમ શ્વાસ, પુત્રી મલ્લિકા દુઆએ આપી માહિતી

Last Updated on December 4, 2021 by GSTV Web Desk

પત્રકાર વિનોદ દુઆનું આજ રોજ નિધન થયું. તે છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે આજરોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વિનોદ દુઆની પુત્રી મલ્લિકા દુઆએ આ માહિતી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા શેર કરીને આપી. થોડા દિવસ પહેલા જ વિનોદ દુઆના મોતની અફવા હતી. આ સમયે તેની પુત્રીએ સામે આવીને આ અફવાનો ખુલાસો કર્યો હતો. ત્યારે આજે એક ઈમોશનલ પોસ્ટ સાથે મલ્લિકાએ લોકોને પિતાના નિધનની ખબર આપી.

મલ્લિકાએ કહ્યું કે, વિનોદ દુઆના અંતિમ સંસ્કાર લોધી સ્મશાનગૃહમાં કરવામાં આવશે. મલ્લિકા દુઆએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું, “અમારા બેફિકર, નીડર અને અસાધારણ પિતા વિનોદ દુઆનું નિધન થયું. તેમણે દિલ્હીની શરણાર્થી વસાહતોથી પત્રકારત્વના શિખર સુધી એક અનોખું જીવન જીવ્યું હતું. તે હંમેશાં સત્યનો સાથ આપતા હતા. મલ્લિકા દુઆએ લખ્યું, હવે તે અમારી માતા એટલે કે તેની પત્ની સાથે સ્વર્ગમાં છે. વાસ્તવમાં મલ્લિકાની માતાનું આ વર્ષે જ કોરોનાથી નિધન થયું હતું.

પત્રકાર

વિનોદ દુઆ અને તેની પત્નીને કોરોનાની બીજી લહેરમાં ચેપ લાગ્યો હતો. બંનેની તબિયત ખરાબ હતી અને તેના કારણે બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિનોદ દુઆ ૭ જૂને ઘરે રિકવર થઈને પરત ફર્યા હતા. જોકે, તેની પત્નીનું 12 જૂનના રોજ નિધન થયું હતું.

67 વર્ષની ઉંમરે કહ્યુ દુનિયાને અલવિદા :

વિનોદ દુઆ 67 વર્ષના હતા. તેનો જન્મ નવી દિલ્હીમાં થયો હતો. તે દૂરદર્શન અને એનડીટીવીમાં કામ કરતા હતા. વર્ષ 1996માં તે પહેલો ઇલેક્ટ્રોનિક મીડિયા પત્રકાર બન્યો હતો જેમને રામનાથ ગોએન્કા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને ૨૦૦૮ માં પત્રકારત્વ માટે પદ્મશ્રી થી પણ નવાજવામાં આવ્યા હતા.

Read Also

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!