કોરોના કાળ વચ્ચે દેશભરમાં 74માં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ. પીએમ મોદીએ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પણ સાતમા વર્ષે લાલ કિલ્લાની પ્રાચીરથી દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓપ્ટીકલ ફાઈબર વીશે પણ વાત કરી હતી. જેમા તેમણે કહ્યું કે 2014 પહેલા માત્ર 5 ડઝન પંચાયતમાં ઓપ્ટીકલ ફાઈબર નાખવામાં આવ્યા હતા. પરંતુ આજે દેશના ગામડાઓમાં દોઢ લાખ જેટલા ઓપ્ટીકલ ફાઈબરની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગામડાઓનો પણ હવે ડીજીટલ ઈન્ડીયામાં શામેલ થઈ રહ્યા
સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે હજું 1 લાખ ઓપ્ટીકલ ફાઈબર લગાવાના બાકી છે. વડાપ્રધાને કહ્યું કે હવે ભારતના ગામડાઓનો પણ હવે ડીજીટલ ઈન્ડીયામાં શામેલ થઈ રહ્યા છે. અને જે રીતે દેશમાં જરૂરીયાત બદલાઈ રહી છે. તે રીતે દરેકની પ્રાયોરીટી પણ બદલાઈ રહી છે. મહત્વનું છે કે વડાપ્રધાને એવું પણ કહ્યું હતું કે અગામી 1 હજાર દિવસની અંદર ભારતના દરેક ગામડાઓમાં ઓપ્ટીકલ ફાઈબરની સેવા ઉપલબ્ધ કરી દેવામાં આવશે.

રાજઘાટ જઈ મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
પીએમ મોદી લાલકિલ્લા પર પહોંચતા પૂર્વે રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચરણોમાં શિશ ઝુકાવ્યુ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ તેઓ લાલકિલ્લા પર પહોંચ્યા. જ્યાં તેમણે સેનાની ત્રણેય પાંખ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું. ગાર્ડ ઓફ ઓનર સમયે સેનાના ત્રણેય પાંખના જવાનો મોઢે માસ્ક સાથે જોવા મળ્યા. અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન થતુ જોવા મળ્યુ. જે બાદમાં મોદીએ લાલકિલ્લાની પ્રાચીર પર પહોંચીને તિરંગો લહેરાવ્યો હતો. અને સલામી આપી હતી. કોરોના કાળમાં વડાપ્રધાન મોદી મોઢા પર ગમછો લગાવેલા જોવા મળ્યા હતા. કોરોના સંકટને લઈને આ વર્ષે લાલ કિલ્લા પર બાળકોને બોલાવવામાં આવ્યા નથી. જોકે 500 જેટલા એનસીસી કેડેટસ ઉપસ્થિત જોવા મળ્યા.
MUST READ:
- કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ હાજરી આપશે ,નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ખાતમુહૂર્તને લઈ તૈયારીનો ધમધમાટ
- Video/ મેદાન વચ્ચે અમ્પાયર સાથે બાખડી પડ્યો કૃણાલ પંડ્યા, આ વાતને લઇને ભડકી ઉઠ્યો
- પૃથ્વીરાજનો સેટ 12મી સદીનો બતાવવા આદિત્ય ચોપરાએ ખર્ચ્યા 25 કરોડ રૂપિયા, આ શહેરોની આબેહૂબ છબી બનાવી
- દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા
- માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો