GSTV
Home » News » ડ્રાઇવિંગ લાઇસન્સ અને RCમાં ફરજિયાતપણે અપડેટ કરવી પડશે આ ડિટેલ, જો નહી કરો તો….

ડ્રાઇવિંગ લાઇસન્સ અને RCમાં ફરજિયાતપણે અપડેટ કરવી પડશે આ ડિટેલ, જો નહી કરો તો….

દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ 2019 1 સપ્ટેમ્બરથી લાગુ થઇ ગયો છે. આ સાથે જ ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસીને લઇને પણ નિયમ બનાવવામાં આવ્યા છે. નવા નિયમ અંતર્ગત દેશના તમામ વાહન ચાલકોએ પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી સાથે તેમનો મોબાઇલ નંબર લિંક કરવાનો રહેશે. દિલ્હી અને ગુજરાત માટે આ નિયમ તે જ સમયે અનિવાર્ય રૂપે લાગુ થઇ ગયો હતો જ્યારે હવે તેને ધીરે ધીરે દેશના અન્ય રાજ્યોમાં લાગુ કરવામાં આવી રહ્યો છે અને તેની પ્રક્રિયા ચાલી રહી છે.

વધુમાં વધુ પાંચ વાહન થઇ શકે છે રજીસ્ટર

એક નંબર પર વધુમાં વધુ પાંચ વાહન રજીસ્ટર થઇ શકે છે. હવે અનેક રાજ્યોમાં પણ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નવા વાહન રજીસ્ટ્રેશન અને ડ્રાઇવિંગ લાઇસન્સમાં આરટીઓ દ્વારા જ મોબાઇલ નંબરને લિંક કરવામાં આવી રહ્યા છે. જૂના વાહન અથવા ડીએલ ધારકોએ પોતાને ઓનલાઇન કે આરટીઓ કાર્યાલય જઇને મોબાઇલ નંબર અપડેટ કરાવાનો રહેશે.


આ રીતે ઑનલાઇન લિંક કરો

તેને ઑનલાઇન પણ લિંક કરી શકાય છે. તેના માટે તમારે કેન્દ્ર સરકારના માર્ગ, પરિવહન તથા હાઇવે મંત્રાલયના પરિવહન સેવા પોર્ટલ,https://parivahan.gov.in/parivahan/ પર જઇને લૉગ ઇન આઇડી બનાવાનું રહેશે જે બાદ Vehicle Registration Related Services પર ક્લિક કરીને તમે તમારા વાહનના રજીસ્ટ્રેશનમાં મોબાઇલ નંબર એડ કરી શકો છો.

અહીં તમારે રજીસ્ટ્રેસન નંબર, એન્જિન નંબર અને ચેસિસ નંબર આપવાના રહેશે. આ રીતે સારથી કેટેગરી અંતર્ગત ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત સેવાઓ પર ક્લિક કરીને તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સમાં મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો.

Read Also

Related posts

ચાર બિલાડીઓએ કોબરા સાંપને ઘેરીને કર્યો હુમલો, જુઓ કોણે મારી બાજી

GSTV Desk

રાગિની MMS રિટર્ન્સની રાગિનીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Kaushik Bavishi

કિશોરીઓને ફોસલાવીને ઑનલાઇન કરાવ્યું ગંદુ કામ, સામે આવ્યા 22 હજાર અશ્લીલ વીડિયો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!