GSTV
India News Uncategorized ટોપ સ્ટોરી

VIDEO : સ્ટેજ પર જ કિરણ બેદી અને ડીએમકેના ધારાસભ્ય બાખડી પડતા મામલો ગરમાયો

આજે 2 ઓક્ટોબર એટલે કે ગાંધીજીનો જન્મદિવસ. સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150 મી જયંતીના અવસર પર તેમને યાદ કરે છે. તેમજ અવનવા કાર્યક્રમો પણ થતા જોવા મળે છે. એવામાં પોંડીચેરીમાં ગાંધી જયંતિ પર આયોજીત એક કાર્યક્રમમાં વિવાદ નજરે ચડ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન ઉપરાજ્યપાલ કિરણ બેદી અને એઆઈએડીએમકેના ધારાસભ્યએ. અનબલગન વચ્ચે મંચ પર ઝઘડો થતો દેખાય છે અને બન્ને વચ્ચે તીખી ચર્ચા પણ થતી જોવા મળે છે.

જ્યારે આવી કોઈ વાદ વિવાદની ઘટના થાય ત્યારે વીડિયો બહાર આવે એ સ્વાભાવિક વાત છે. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આ એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ પણે દેખાય છે કે વિવાદ દરમિયાન કિરણ બેદી, એઆઈએડીએમકેનાં ધારાસભ્યને સ્ટેજ પરથી નીચે જવાનું કહે છે.

ત્યાં એઆઈએડીએમકે ધારાસભ્ય કિરણ બેદીને મન ફાવે તેવું બોલતો હોય એવું દેખાય છે. દલીલ દરમિયાન સારું-ખરાબ બોલતાં ત્યાં હાજર રહેતાં લોકો તાળીઓ પાડતા નજરે આવે છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ પોંડીચેરી રાજ્યને ખુલ્લામાં સૉચ મુક્ત રાજ્ય કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રસ્તુત માહિતી અનુસાર ઘટના પછી કિરણ બેદીએ એક ટ્વીટ પણ કરી છે જેમાં તેમણે લખ્યું હતું કે ‘વિધાનસભ્યનું માઈક વિવાદ સમયે બંધ હતું, જ્યારે તે મંત્રીઓની હાજરીમાં તેમને ભાષણ ઓછું કરવાનું કહેવામાં આવ્યું પછી પણ બોલ્યા જ કરતા હતાં તેમણે કોઈની વાત સાંભળી જ નહીં. પણ પછી તે ભડકી ઊઠ્યાં . આ ઘટનાં પહેલા પણ મે એમને આમ કરતા જોયાં છે. પોંડીચેરી માટે ખુલ્લામાં શોચથી મુક્ત રાજ્ય બનાવવાની દિશામાં સારું કામ કરનારા લોકો માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘

Related posts

અમદાવાદ /  ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત

Nakulsinh Gohil

Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત

Vishvesh Dave

વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત

Nakulsinh Gohil
GSTV