બિગ બોસના ઘરમાં આ સપ્તાહે મોટો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ ઘરમાં ઘણા સ્પર્ધકો વચ્ચે ઝઘડા જોવા મળ્યા હતા. જોકે અર્ચના અને સાજિદ ખાન વચ્ચે થયેલા ઝઘડા બાદ આ બંને સ્પર્ધોકોએ આખા શોમાં છવાઈ ગયા હતા. એટલું જ નહીં સાજિદ અને અર્ચનાના ઝઘડા દરમિયાન બંનેએ એકબીજા માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ઝઘડા બાદ સૌ કોઈ સલમાન ખાનની રાહ જોઈ રહ્યા હતા.

સલમાને સાજિક ખાનની ક્લાસ લીધી
વીકેન્ડ કા વારના એપિસોડમાં સલમાન ખાને ઘણા સ્પર્ધકોને આડેહાથ લીધા અને તેમાંથી એક સ્પર્ધક હતો સાજિદ ખાન… સાજિદ ખાન આ ગેમમાં અત્યાર સુધી સુરક્ષિત રમી રહ્યો હતો, જોકે સાજિદે અર્ચના સાથે ઝઘડા બાદ ખુબ જ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ ઝઘટના બાદ સલમાન ખાન ગુસ્સે ભરાયો અને તેણે સાજિદને બરાબરનો ખખડાવી નાખ્યો હતો. સિવાય સલમાના ખાને અર્ચનાને પણ આડેહાથ લીધી હતી. જોકે આ વખતે સલમાન સૌથી વધુ સેફ ગેમ રમી રહેલા સાજિદ પર વધુ ગુસ્સો થયો હતો.
સલમાને સાજિદને શું કહ્યું?
સલમાન ખાને સાજિદ પર ગુસ્સે થઈને કહ્યું, તમે મોટા ડિરેક્ટર હશો, પરંતુ તમે બિગ બોસ ચલાવતા નથી. અર્ચનાને શોમાંથી કોઈપણ બહાર કાઢી શકશે નહીં. અર્ચનાને હું પણ બહાર કાઢી શકતો નથી અન બિગ બૉસ પણ બહાર કાઢી શકશે નહીં. માત્ર દર્શકો જ નક્કી કરશે કે અર્ચનાને શોમાં રાખવી છે કે નહીં.

સલમાને વધુમાં કહ્યું કે, સાજિદને હંમેશા લાગે છે કે તે સાચો છે, જોકે તે સાચો નથી. જ્યારે સાજિદ ખોટો હોય, ત્યારે તેના મિત્રોએ તેને સમજાવવો જોઈએ. આ ઝઘડના અને સલમાનના ગુસ્સા બાદ બિગ બૉસે અર્ચના અને સાજિદે માફી માગીને એકબીજાને ગળે મળવાનું કહ્યું હતું. આ બંને સ્પર્ધકોએ એકબીજાને ગળે લગાવી મિત્રતાનો હાથ લંબાવ્યો હતો. હવે આ દોસ્તી ક્યાં સુધી ચાલે છે, તે તો આગામી શૉમાં જ જોવા મળશે
Also Read
- બજેટ બુધવારે લોકસભામાં રજૂ થાય એ પહેલાં ઉત્તેજનાનો માહોલ છે પણ આવકવેરામાં નહીં મળે મોટી રાહતો
- સુરતની સરકારી કન્યાશાળાની સિદ્ધી / ગુણોત્સવમાં 94 ટકા ગુણાંક સાથે રાજ્યસ્તરે બીજા ક્રમે
- રાજસ્થાનમાં વસુંધરા રાજે-અશોક ગેહલોત બંનેથી નારાજ છે આ સમુદાય, હવે પીએમ નરેન્દ્ર મોદીએ પોતે સંભાળ્યો મોર્ચો
- પાકિસ્તાનની સુપર ક્રિકેટ લીગ બંધ થશે, ડોલર સામે પાકી રૂપિયો ગગડ્યો!
- હવે વંદે ભારત ટ્રેન સાથે નહીં ટકરાય જાનવરઃ રેલવેએ જારી કર્યા આઠ ટેન્ડર, 245 કરોડ રૂપિયા ખર્ચ કરીને થશે આ કામ