GSTV
Gujarat Government Advertisement

માછીમારી ઉદ્યોગને લાગ્યું કોરોના ગ્રહણ, 8 મહિનાથી ધંધો બંધ થતા માછીમારોએ આવ્યો રાતાપાણીએ રોવાનો વારો

Last Updated on January 18, 2021 by Pritesh Mehta

ગુજરાતના સૌથી મહત્વના બંદર એવા વેરાવળમાં માછીમારી ઉદ્યોગને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.  કોરોનાને કારણે છેલ્લા 8 મહિનાથી માછીમારીની સિઝન બંધ હોવાથી માછીમારોની સ્થિતિ કફોડી બની છે.  ગંભીર આર્થિક કટોકટીમાં ફસાયેલા માછીમારોએ સરકાર પાસે રાહત પેકેજની માંગણી કરી છે.  

માછીમારી

વેરાવળની કરોડરજ્જૂ સમાન માછીમારી ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે. છેલ્લા 8 મહિનાથી માછીમારી ઉદ્યોગ બંધ હોવાથી તેની સાથે સંકળાયેલા હજારો લોકોની રોજી-રોટી પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. વેરાવળથી માછલી સહિતની અન્ય ઉપપેદાશોની નિકાસ થાય છે. પરંતુ કોરોનાને કારણે નિકાસ હાલ બંધ હોવાથી માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે.

હાલ માછીમારી કરવાનો શ્રેષ્ઠ સમય છે પણ જે બોટ મધદરિયે ફીશીંગમાં હોવી જોઈએ તે બંદર પર લાંગરેલી જોવા મળે છે. માછીમારોની માંગણી છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર મરણપથારીએ જઇ રહેલા માછીમારી ઉદ્યોગને બચાવવા મોટું આર્થિક પેકેજ જાહેર કરે.

વર્ષ 2012માં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ માછીમારો માટે 12 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. પરંતુ આજે 8 વર્ષ બાદ પણ માછીમારોને સહાયના નામે કાણી કોડી પણ નથી મળી. ત્યારે સહાય મુદ્દે સરકારના વલણ સામે માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

હાલ ડીઝલના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. તો ગત વર્ષે આવેલા વાવાઝોડાએ પણ ઉદ્યોગની કમર ભાંગી નાંખી છે. ત્યારે જો સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવામાં નહીં આવે તો માછીમારી ઉદ્યોગ મરણપથારીએ પહોંચી જશે તેમ માછીમારોનું કહેવું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા

Dhruv Brahmbhatt

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!