GSTV

ગર્વની વાત: ગુજરાતના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું ઇકો-ફ્રેન્ડલી પ્લાસ્ટિક, જાણો શું છે ખૂબીઓ

Last Updated on July 22, 2021 by Pritesh Mehta

વેરાવળ સ્થિત ભારત સરકારના સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિશરીઝ ટેકનોલોજી (CIFT) સંસ્થાના વૈજ્ઞાનિકોએ સિન્થેટિક પ્લાસ્ટિક સી-વિડમાંથી ઇકોફ્રેન્ડલી વિકલ્પ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક તૈયાર કર્યું છે.આખરે શું છે પ્લાસ્ટીકની ખૂબીઓ જોઇએ આ અહેવાલમાં

પ્લાસ્ટિક

મજબૂતીમાં સામાન્ય પ્લાસ્ટિક જેટલું જ છે મજબૂત અને પર્યાવરણ માટે જરાપણ નુકસાનદેહ નથી તેવું છે આ ઇકોફ્રેન્ડલી પ્લાસ્ટિક. ભારત સરકારની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી (CIFT) દ્વારા વેરાવળ લેબોરેટરીમાં સી-વિડમાંથી બાયો ડીગ્રેડેબલ પ્લાસ્ટિક તૈયાર કરાયું છે. આ પ્લાસ્ટિક હાલમાં ઉપયોગમાં લેવાતા સિન્થેટિક પ્લાસ્ટિકથી અનેક ગણું પ્રદૂષણમુક્ત છે.  તેની ભૌતિક લાક્ષણિકતા તેને ટુંક સમયમાં પ્રકૃતિમાં ભળી જવા માટે મદદરૂપ છે. જેથી પ્લાસ્ટિક કચરાને કારણે જામ થતી ગટરો અને પ્લાસ્ટિક ખાઈને મૃત્યુ પામતા પશુઓ માટે આ પ્લાસ્ટિક રામબાણ ઉપાય કહી શકાય છે.

CIFT દ્વારા તૈયાર કરાયેલા આ બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિકની મજબૂતી અને ક્ષમતા સિન્થેટિક પ્લાસ્ટિક જેટલી જ જોવા મળે છે.  આ પ્લાસ્ટિકમાં રોગપ્રતિકારક મેડિકલ દ્રવ્ય પણ સરળતાથી ઉમેરી શકાય છે. જેના કારણે ફૂડ પેકિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આ પ્લાસ્ટિક આગામી  સમયમાં ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. આ માટે ચેન્નઈથી ict કંપની અને રાજ્યની બીજી ઔધોગિક કંપનીઓએ cift નો સંપર્ક કર્યો છે અને તેમની જરૂરિયાત અનુસાર આ બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિક તૈયાર કરવા cift ના વૈજ્ઞાનિકો દ્વારા ચર્ચા થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

BIG NEWS: બેન્ક ડૂબી જશે તો પણ 90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા, મોદી સરકાર લાવી રહ્યું છે ખાસ બિલ

pratik shah

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah

મ્યુનિ. કોર્પોરેશનનું અણધડ આયોજન, કોટ વિસ્તારમાં AMTSના અનેક પીકઅપ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા!

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!