GSTV

ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી વિશે ડોમિનિકા કોર્ટમાં આજે સુનાવણી, શું ભારતને પરત સોંપાશે?

Last Updated on June 2, 2021 by pratik shah

કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડના આરોપી અને ભાગડુ વેપારી મેહુલ ચોક્સી વિશે ડોમિનિકા કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. કોર્ટ નિર્ણય કરશે કે તેને પાછો એન્ટિગુઆ મોકલવામાં આવશે કે ભારતને કસ્ટડી સોંપવામાં આવશે. આ દરમિયાન એન્ટીગુઆના વડાપ્રધાન ગૈસ્ટન બ્રાઉનની એક ચિઠ્ઠી સામે આવી છે.

મેહુલ

નાગરિકતા સંબંધિત માહિતી છુપાવી

તેમાં કહેવામાં આવ્યું છે કે, મેહુલે તેની નાગરિકતા સંબંધિત માહિતી છુપાવી છે. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે, મેહુલ ચોક્સીએ સત્યતા છુપાવી છે અને પોતાની વાતને ખોટી રીતે રજૂ કરી છે.

એન્ટિગુઆ અને બારબૂડાની નાગરિકતાથી વંચિત રાખી શકાય

મેહુલ ચોક્સી પાસે જવાબ માંગ્યો હતો 14 ઓક્ટોબર 2019ના રોજ લખેલા પત્રમાં બ્રાઉને કહ્યું હતું કે, એન્ટિગુઆ અને બારબૂડા નાગરિકતા અધિનિયમ, કૈપ 22ની કલમ 8 પ્રમાણે એક આદેશ આપવાનો પ્રસ્તાવ કરુ છું. જેથી તમને અમુક સત્યો જાણી જોઈને છુપાવવાના આધાર પર એન્ટિગુઆ અને બારબૂડાની નાગરિકતાથી વંચિત રાખી શકાય. તેમણે લખ્યું છે કે, હું તમને એન્ટિગુઆ અને બારબૂડા નાગરિકતા અધિનિયમની કલમ 10 અંતર્ગત તપાસ કરવાના તમારા અધિકાર અને તે તપાસમાં તમારી પસંદના વકિલ પસંદ કરવાનો પણ અધિકાર આપુ છું. તમને આ નોટિસ મળે તેના એક મહિનાની અંદર તમારે જવાબ આપવો પડશે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!