GSTV

જ્યોતિષ / શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે, આ 4 રાશિઓ વાળાની આવકમાં વધારો થવાની સંભાવના

Last Updated on August 5, 2021 by Vishvesh Dave

જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને શુભ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. જે સુખ-સમૃદ્ધિ, ભૌતિક સુખ, આનંદ-વૈભવ, સુંદરતા અને વૈવાહિક સુખનો કારક ગ્રહ છે. જેની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તે વ્યક્તિને જીવનમાં તમામ સુખ પ્રાપ્ત થાય છે. 11 ઓગસ્ટના રોજ શુક્ર ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓ માટે બુધની રાશિ કન્યામાં શુક્રનો પ્રવેશ લાભદાયક સાબિત થઈ શકે છે.

વૃષભ:

શુક્ર તમારા પાંચમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમારા જ્ઞાન અને આવકમાં વધારો થવાની શક્યતાઓ રહેશે. વ્યવસાયમાં વિસ્તરણની ઘણી તકો મળશે. કાર્યક્ષેત્રમાં તમને માન -સન્માન મળશે. પરંતુ આ ગોચર પ્રેમ જીવન માટે એટલું સારું નથી લાગતું. તમને તમારા જીવનસાથી સાથે કોઈ બાબત વિશે મતભેદ થઈ શકે છે.

મિથુન:

શુક્રનું ગોચર તમારા ચોથા ઘરમાં થશે. આને કહેવાય સુખ. આ સમયે તમે વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો. જે ક્ષેત્રમાં તમે સખત મહેનત કરો છો તેમાં સફળતા મળવાની શક્યતાઓ રહેશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. આવકમાં વધારો થવાની સંભાવના રહેશે.

તુલા:

શુક્રના ગોચરને કારણે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી સાવધાન રહો. પરંતુ ફાઇનાન્સ મેનેજમેન્ટ સાથે જોડાયેલા બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે સમય અનુકૂળ રહેવાનો છે. મહિનાના અંતિમ દિવસોમાં શુક્ર અને બુધના સંયોગના કારણે કાર્યસ્થળ પર તમને વધુ શુભ પરિણામ મળશે. આવકમાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ પહેલા કરતા સારું રહેશે.

કુંભ:

શુક્રના ગોચર દરમિયાન તમારે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે મહેનત કરવી પડશે. પરંતુ સખત મહેનત મુજબ પરિણામ મળવાની શક્યતા રહેશે. આ ગોચર દરમિયાન પૈસા કમાવવાની ઘણી તકો મળશે અને તમે પૈસા કમાવામાં પણ સફળ થશો. તમારે સ્વાસ્થ્ય પ્રત્યે થોડું સાવધાન રહેવું પડશે.

ALSO READ

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!