વૈદિક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ ચોક્કસ સમયગાળામાં એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેની સીધી અસર દેશ, દુનિયા અને માનવજીવન પર પડે છે. ત્યારે શુક્ર 30 નવેમ્બરના રોજ પોતાની રાશિ તુલા રાશિમાં પ્રવેશ કરશે. પરિણામે આ રાશિના જાતકોની કિસ્મત ચમકી શકે છે.
મિથુન રાશિઃ શુક્રનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો ફાયદાકારક સાબિત થઈ શકે છે. શુક્રનું ગોચર તમારી રાશિથી પાંચમા સ્થાનમાં થવા જઈ રહ્યું છે. જેના પગલે તમારું બાળક આ સમયે પ્રગતિ કરી શકે છે. સાથે જ, જો તમારો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે, તો તમને તેમાં સફળતા મળી શકે છે. ઉપરાંત, તમારી કારકિર્દીમાં પ્રભાવ વધશે અને તમારી યોજનાઓ સફળ થશે. પરિવારના સભ્યો સાથે મળીને તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. આ સમય દરમિયાન તમને અણધાર્યા નાણાકીય લાભ થશે.
કન્યા રાશિઃ શુક્રનું ગોચર કન્યા રાશિના જાતકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિથી ધન અને વાણી સ્થાનમાં થવા જઈ રહ્યું છે. પરિણામે આ સમયે તમને સમયાંતરે પૈસા મળતા રહેશે. તેમજ નોકરી કરતા લોકો માટે આ ગોચર ફળદાયી રહેશે. આ સમયે તમને નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. શુક્ર ગ્રહ તમારી રાશિથી નવમા સ્થાનનો સ્વામી છે. તેથી, આ સમયે તમારું ભાગ્ય ચમકી શકે છે. આ સિવાય તમે કાર્ય-વ્યવસાય સંબંધિત કારણોસર પણ મુસાફરી કરી શકો છો.
મકર રાશિઃ શુક્રનું રાશિ પરિવર્તન કરિયર અને બિઝનેસની દ્દષ્ટિએ મકર રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર તમારી રાશિના સ્વામી શનિદેવનો મિત્ર છે. તેમજ શુક્ર ગ્રહ તમારી ગોચર કુંડળીના કર્મ સ્થાનમાં ગોચર કરવાનો છે. તેથી, આ સમયે તમને કાર્ય અને વ્યવસાયમાં પ્રગતિ મળી શકે છે. તમારી કારકિર્દી સંબંધિત યોજનાઓ સફળ થશે. આ સમયે તમને કારકિર્દી સંબંધિત કેટલીક સારી ઑફર્સ મળી શકે છે. ધંધામાં લાંબા સમયથી અટકેલી કોઈ યોજના ફરી શરૂ થઈ શકે છે.
સૂચના:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/DCLVsJD2PZ5ErOcMqtduna
GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO
- ભારત – આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20 મેચમાં વરસાદનું વિધ્ન, ટોસમાં વિલંબ
- Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ