GSTV

આજે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ગૃહમંત્રી રાજનાથ સિંહ ગુજરાત પ્રવાસે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ- બાજપ પાર્ટી જોર શોરથી પ્રચાર કરી રહી છે ત્યારે રાહુલ ગાંધી હમણાં જ ગુજરાત પ્રવાસથી પરત ગયા, નરન્દ્ર મોદી પણ પ્રવાસથી પરત ગયા. યુપીના યોગી આદિત્યનાથ પણ પ્રચાર માટે ગુજરાત પ્રવાસે હતા.

તો વધુ પ્રચારમાટે ગુજરાત ગૌરવ યાત્રાના માધ્યમથી ધમધમતાં ચૂંટણી પ્રચાર વચ્ચે આજે ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીઓનો જમાવડો રહેશે.

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ આજે અમદાવાદ સહિતના શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

વધુ વાંચો : આજે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ગુજરાતની મુલાકાતે

કેન્દ્રિય મંત્રીઓના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ અમદાવાદમાં ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિર્વિસટીમાં આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપશે. તેઓ એસ.જી. હાઈવે બાલાજી મંદિરની સામે, છારોડી ખાતેના કેમ્પસમાં આ પરિષદનું ઉદ્દઘાટન કરશે.

ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિર્વિસટી તથા ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિર્વિસટીના સંયુક્ત ઉપક્રમે ‘ધ જર્ની ઓફ ઈન્ડિયન લેન્ગવેજીસ : પર્સપેક્ટીવ્સ ઓન કલ્ચરલ એન્ડ સોસાયટી’ વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

વિધાનસભા ચૂંટણીની આચાર સંહિતા અમલમાં આવે તે પહેલા ભાજપે શરૂ કરેલી ગૌરવ યાત્રા પણ હવે અંતિમ ચરણમાં છે. ગૌરવ યાત્રાનું રવિવારે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સમાપન થશે.

યુપીના યોગી આદિત્યનાથ પછી હવે મધ્યપ્રદેશથી શિવરાજસિંહ ચૌહાણ પણ મેદાને ઉતાર્યા છે. રવિવારે ગૌરવ યાત્રા સમાપન કાર્યક્રમાં ચૌહણ પણ ઉપસ્થિત રહશે.

આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ દક્ષિણ ગુજરાતમાં યાત્રાને આગળ વધારશે.

Related posts

કાલુપુર રેલવે સ્ટેશન બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર સ્ટેશન, નથી થતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ

pratik shah

કોરોનામાં તંત્રએ ફાટકારેલા દંડ સામે વેપારીઓમાં ભારે રોષ, પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય

Nilesh Jethva

પીએમ કિસાન યોજના/ જો આ બે શરતો પૂરી કરી લેશો તો ફટાફટ જમા થઇ જશે 2000 રૂપિયાનો સાતમો હપ્તો, જાણી લો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!