GSTV
Home » News » અધધ મોંઘવારી…! કે અહીં લોકો થોડો સામાન ખરીદવા સૂટકેસ ભરીને પૈસા લાવે છે

અધધ મોંઘવારી…! કે અહીં લોકો થોડો સામાન ખરીદવા સૂટકેસ ભરીને પૈસા લાવે છે

વેનેઝુએલામાં વાર્ષિક મોંઘાવરી દર ઉપર નિયંત્રન લાગ્યો છે. પરંતુ હજી પણ તે 10 લાખ ટકાથી સામાન્ય જ નીચે આવી છે. વેનેઝુએલાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છેકે, થેલાઓ ભરીને નોટ લઈને બજારમાં જઈ રહ્યા છે લોકો અને બદલામાં થોડોક જ ખાવાનો સામાન લઈને આવે છે.

દેશમાં મોંઘવારીના ખરાબ હાલતને જોતા સરકારે 10,000,20,000 અને 50,000ની નોટ છાપવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી અહી સૌથી મોટી નોટ 500 બૉલીવર્સ હતી. 2.5 લાખ બૉલીવર્સ એક ડોલરના રેટ ઉપર ચાલે છે. તો તમે એની ઉપરથી જ તેની નાણાકીય સ્થિતીનો અંદાજ લગાવી શકો છો.

સંયુક્ત રાષ્ટ્રએ પણ ચેતવણી રજૂ કરીને જણાવ્યુ છેકે, વેનેઝુએલામાં અસંતુલિત રાજકીય સ્થિતી, ભૂખમરો અને ભયાનક મોંઘવારીને કારણે અત્યાર સુધીમાં 40 લાખ લોકો દેશ છોડીને જઈ ચૂક્યા છે. વેનેઝુએલાની કેન્દ્રીય બેંકે નવી નોટોની જાહેરાત કરતાં કહ્યુ હતુકે, અત્યાર સુધીમાં દેશમાં સૌથી નાની નોટ 500 બૉલીવર્સની હતી. જે બસમાં નાની મુસાફરીના ભાડા બરાબર છે.

દુનિયાનો સૌથી મોંઘો દેશ બન્યો

વેનેઝુએલામાં અર્થવ્યવસ્થા પુરી રીતે સંકોચાઈ ગઈ છે. અહીં લોકો પાસે ખાવા માટે પૈસા નથી અથવા તો એટલાં પૈસા છે કે જેનાથી તેઓ કશું ખરીદી શકે તેમ નથી. અહીં સામાન્ય બ્રેડની કિંમત કરોડોમાં થઈ ગઈ છે. એક કપ કૉફીની કિંમત લાખોમાં થઈ ગઈ છે. આ વર્ષે એપ્રિલમાં મોંઘવારી 13 લાખ ટકા સુધી પહોંચી ગઈ હતી. અહીં લોકો ચિકન માટે 14,600,000 બૉલીવર્સ ચૂકવી રહ્યા છે. એક કિલો ટામેટા માટે 3,500,000 બૉલીવર્સ આપે છે. અહીં રેસ્ટોરન્ટમાં બે લોકો માટે ખાવાનું લગભગ 34,000 રૂપિયામાં પડે છે. દૂધ 5000 રૂપિયા લીટર તો માખણ 16000 રૂપિયામાં અને કોકાકોલાની બે લીટરની બોટલ 6000 રૂપિયાની કિંમતમાં મળી રહી છે.

READ ALSO

Related posts

RBIનો નવો નિયમ, હવે બેંક દરરોજ તમારા ખાતામાં નાંખશે 100 રૂપિયા

Mansi Patel

દેશની સૌથી મોટી બેંકે આપી ભેટ, પહેલી ઓક્ટોબરથી મળશે સસ્તી લોન

Mansi Patel

વીજળી બિલમાં રેકોર્ડબ્રેક થશે વધારો, મોદી સરકાર લેવા જઈ રહી છે આ નિર્ણય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!