GSTV
Home » News » આ રહસ્યમય જગ્યા પર સતત ચમકતી રહે છે વિજળી, વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં! આવું બની કઈ રીતે શકે?

આ રહસ્યમય જગ્યા પર સતત ચમકતી રહે છે વિજળી, વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં! આવું બની કઈ રીતે શકે?

વિજ્ઞાન આજે ભલે ગમેતેટલું આગળ વધી ચુક્યું છે પરંતુ ધરતી પર આજે પણ એવી ઘણી બધી જગ્યા છે જ્યાનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા. આવી જ એક જગ્યા દક્ષિણ અમેરિકી દેશ વેનેજુએલામાં પણ છે જ્યાં એક ઝીલ પર હંમેષા વિજળી કડકતી રહે છે. પરંતુ તેનું રહસ્ય આજે પણ કોઈ જાણી શક્યું નથી.   

તમે એવું તો સાંભળ્યુ જ હશે કે આકાશમાં વિજળી એક જગ્યા પર બે વખત ક્યારેય નથી ચમકતી પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જગ્યાઓ પર એક કલાકમાં હજારો વખત વિજળી ચમકે છે.

દુનિયાને હેરાન કરનાર આ રહસ્યને ‘બીકન ઓફ મેરાકાઈબો’ કહેવામાં આવે છે. તેના બીજા પણ ઘણા નામ છે. તેના બીજા પણ ઘણા નામ છે જેમ કે કૈટાટુમ્બો લાઈટનિંગ, એવરલાસ્ટિંગ સ્ટોર્મ, ડ્રેમેટિક રોલ ઓફ થંડર. આ જગ્યાને દુનિયાનું કુદરતી વિજળી ઘર પણ કહેવામાં આવે છે.  

એક રિપોર્ટ અનુસાર વેનેઝુએલામાં કેટાટુમ્બો નદી જે જગ્યા પર મેરાકાઈબો ઝીલમાં મળે છે ત્યાં વર્ષમાં 260 દિવસ તોફાન જ રહે છે. આ 260 દિવસની તોફાની રાતોમાં ત્યાં રાતભર વિજળી ચમકતી રહે છે.

મેરાકાઈબો ઝીલનું નામ સૌથી વધુ વિજળી ચમકતા રહેતા સ્થાનની રીતે ગિનીઝ બુકમાં દાખલ છે. શિયાળાની સિઝનમાં તો ઓછું પરંતુ વરસાદમાં તો અહીં ખૂબ વિજળી ચમકે છે. એક રિપોર્ટ અનુસાર આ સિઝનમાં અહીં દર મિનિટે 28 વખત વિજળી ચમકે છે.

મેરાકાઈબો ઝીલનું નામ સૌથી વધુ વિજળી ચમકનાર સ્થાનની રીતે ગિનીઝ બુકમાં દાખલ છે. શિયાળામાં ઓછું પરંતુ ચોમાસામાં અહીં ખૂબ વિજળીઓ ચમકે છે. એક રિપોર્ટ અનુસાર આ સિઝનમાં અહીં દર મિનિટ 28 વખત વિજળી ચમકે છે.

અહીં આટલી વિજળી કેમ ચમકે છે તે જાણવા માટે વૈજ્ઞાનિકો વર્ષોથી શોધ કરી રહ્યા છે. 1960ના દશકમાં એવું માનવામાં આવ્યું હતું કે આ વિસ્તારોમાં યુરેનિયમની માત્રા વધુ હોય છે માટે અહીં આકાશમાં વિજળી વધુ ચમકે છે.  

વૈજ્ઞાનિકોએ હાલમાં જ એક શોધ કરી હતી. જે અનુસાર ઝીલની પાસના તેલ ક્ષેત્રોમાં મીથેનની પ્રચુર માતા હોવાના કારણે આકાશમાં વિજળી વધુ ચમકે છે. જોકે યુરેનિયમ અને મીથેન વાળા સિદ્ધાંત પ્રામાણિક રીતે સાબિત નથી થઈ શક્યું. માટે આ જગ્યા હજુ સુધી રહસ્ય જ બનેલી છે.

Read Also

Related posts

આ પ્રખ્યાત અભિનેત્રીએ લખ્યો ઓપન લેટર, ટેલીવીઝન ઈન્ડસ્ટ્રી પર નિશાન સાધી કર્યો સનસની ખુલાસો

Ankita Trada

ક્રિકેટનાં ભગવાન સચીન તેંડુલકર પર પાકિસ્તાનનાં આ દિગ્ગજ ક્રિકેટર છે નારાજ

pratik shah

Jio યુઝર્સને ફટકો, આ સૌથી પોપ્યુલર પ્લાનની વેલીડીટી સીધા 29 દિવસ ઘટી ગઇ!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!