પાણીપુરી નામ આવતા લોકોના મોઢામાં પાણી આવી જાય છે, એમાય ખાસ કરીને મહિલાઓ માટે પાણીપુરીની લારી મળી એટલે માનો બધુ જ મળી ગયું. ત્યારે રસ્તા પર મળતી પાણીપુરી આપણા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક હોય છે. તેનો તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો છે. જો કે, પાણીપુરી બનાવવાની ભયંકર રીતો આપણને સમય સમય પર જોવા મળતી હોય છે. ત્યારે હાલમાં જ આવો કિસ્સો સામે આવ્યો છે. જે બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ચટાકેદાર પકોડી ખાવાના શોખીન છો? તો ચેતી જજો, પાણીપુરી વાળાની આ ગંદી હરકત થઈ કેમેરામાં કેદ pic.twitter.com/xpfQxHn6MZ
— GSTV (@GSTV_NEWS) November 7, 2020
શૌચાલયના પાણી નાખતો હોવાની વિગતો સામે આવી
સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું કે, પાણીપુરીવાળા આ શખ્સે ખાસ સ્વાદ માટે શહેર ભરમાં વખણાતો હતો. તેની લારી આમ તો કોલ્હાપુરની રણકલા તળાવની પાસ જ ઉભો રહેતો હતો. ત્યારે હવે સ્થાનિક લોકોને જ્યારે એ વાતની ખબર પડી કે, પાણીપુરીમાં જે પાણી વપરાય છે, તેમાં શૌચાલયના પાણી નાખતો હોવાની વિગતો સામે આવી છે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોના હોંશ ઉડી ગયા હતા. લોકોએ બાદમાં ત્યાં જઈને તેની લારી પણ તોડી નાખી અને તેનો બધો સામાન પણ ફેંકી દીધો હતો.

લારીવાળાને લોકોએ ધોઈ નાખ્યો
સોશિયલ મીડિયા પર જેવો આ વીડિયો વાયરલ થયો કે, સ્થાનિક લોકોનો પિત્તો સાતમા આસમાને પહોંચી ગયો હતો. લોકોએ ઘટનાસ્થળ પર જઈને લારીવાળીને બરાબરનો મેથીપાક આપ્યો હતો. તેની લારી પણ ઉખાડી ફેંકી હતી. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો કે, આગળથી હવે અહીં ક્યાંય પણ લારી દેખાવી જોઈએ નહીં. હાલમાં આ મામલે કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નથી.

પાણીપુરીવાળીએ આપી સફાઈ
જો કે, આ પાણીપુરીવાળાએ પોતાની સફાઈમાં જણાવ્યુ છે કે, તેણે આ પાણી ફક્ત લોકોના હાથ ધોવા માટે રાખ્યુ હતું. વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ખોટી ભ્રમણા ફેલાઈ છે. મારી લારી પણ તોડી નાખી છે. તેને કહેવુ છે કે, અમુક લોકોએ જાણી જોઈને આ વીડિયો વાયરલ કર્યો છે. અને સોશિયલ મીડિયા પર નાખ્યો છે.
READ ALSO
- કોરોના ગયો નથી ત્યાં બીજું મોટું સંકટ!, આ દેશમાં માનવીને બર્ડ ફ્લૂ થયાનો પહેલો કેસ મળતા તંત્ર દોડતું થયું
- રામનવમી 2023: શુભ યોગમાં રામનવમી, આ રાશિના લોકોને મળશે ધનલાભની સારી તક
- મુસીબતનું માવઠું! ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી, વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાશે
- દુનિયામાં સૌથી વધુ સોનુ(GOLD) કોણ ખરીદે છે અને શા માટે ? આવો જાણીએ
- ફિલિપાઈન્સ / 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગતા 12 જીવતા ભડથું, મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ