GSTV

જુગારની લતે ચડેલા વૃદ્ધ ચોરીના રવાડે ચડ્યા, સ્પેરપાર્ટ અલગ કરીને માર્કેટમાં વેચી દેતો શખ્સ ઝડપાયો

જુગારની કુટેવ માટે વાહન ચોરી કરનાર 60 વર્ષના બદરૂદીન ઉર્ફે અનવર સૈયદ નામનો શખ્સ ઝડપાયો છે. બદરુદ્દીન વડોદરામાં ગોડાઉન ભાડે રાખીને વાહનોના સ્પેરપાર્ટ જુદા કરીને વેચતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ વૃદ્ધ અને તેના સાગરીતની ધરપકડ કરીને વાહન ચોરીના કુલ 18 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

અહીં મહત્વનું છે કે આ વૃદ્ધે ચોરીના વાહન માટે રૂ. 35 હજારમાં એક ગોડાઉન પણ ભાડે રાક્યુ હતું. બદરુદ્દીન અને તેના સાગરીત અબ્દુલ કાદર દિવાનની પૂછપરછમાં ખુલાસો થયો કે તે વાહનોની ચોરી કરવા અને ચોરીના વાહન વેચવા વડોદરાથી અમદાવાદ આવ્યો હતો. આ બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળતા પીરાણા નજીક ડંપીંગ સ્ટેશન વોચ ગોઠવતા આ બંન્ને શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.

આરોપી બદરુદ્દીન 1985થી તે ચોરીના રવાડે ચઢ્યો છે. અત્યાર સુધીમાં બદરૂદીને અસંખ્ય વાહનોની ચોરી કરી છે. તેની મોડસ ઓપરેન્ડી છે કે તે ચોરી કરેલા વાહન લઈને જ બીજુ વાહન ચોરી કરવા જતો હતો. આ વૃધ્ધ વાહન ચોરે ગુજરાતમાં વડોદરા, નડીયાદ, અમદાવાદ, અસલાલી, ધોળકા, અંકલેશ્વર જીઆઈડીસી અને ભરૂચ વિસ્તારમાથી વાહન ચોરીને અંજામ આપ્યો છે.

READ ALSO

Related posts

ખુલી ગઇ રાખી સાવંતની પોલ! આ કારણે રચ્યો લગ્નનો ઢોંગ, જૂઠ્ઠાણામાં આખો પરિવાર સામેલ

Bansari

અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો, હાલ માત્ર 16 દર્દી દાખલ

Pritesh Mehta

Ind Vs Aus : મોહમ્મદ સિરાજ થયો ભાવુક, 5 વિકેટ લીધા બાદ પિતાને કર્યા યાદ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!