GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ નવી વ્હીકલ પોલીસી લાગુ થયા બાદ જૂની કાર ચલાવવી પડશે મોંઘી, 62 ગણી વધી જશે આ ફીસ

ફીસ

Last Updated on February 3, 2021 by Bansari

Vehicle Scrappage Policy in Budget 2021: જ્યારે આગામી નાણાકીય વર્ષથી નવી વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસી લાગુ લાગુ થઇ જશે તો 15 વર્ષ જૂની ગાડીઓ રાખવી મોંઘી પડશે. તેનું કારણ એ છે કે ફિટનેસ સર્ટિફિકેટ લેવાની કિંમત 62 ગણાથી પણ વધુ થઇ જશે અને પ્રાઇવેટ વ્હીકલના રજીસ્ટ્રેશનને રિન્યૂ કરાવવાનો ખર્ચ પણ આશરે 8 ગણો વધુ થઇ જશે. આ ઉપરાંત દરેક રાજ્ય રોડ ટેક્સ ઉપરાંત ગ્રાન ટેક્સ પણ લગાવશે, જેને ગાડીના માલિકને ચુકવવો પડશે. માર્ગ પરિવહન મંત્રાલય તરફથી આગામી બે અઠવાડિયામાં સ્ક્રેપિંગ પોલીસીની ઘોષણા કરવામાં આવશે. સૂત્રો અનુસાર 15 વર્ષથી જૂની કમર્શિયલ ગાડીઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફીસ હાલની 200 રૂપિયાથી વધારીને 7500 રૂપિયા કેબ માટે થઇ જશે અને ટ્રક માટે 12,500 રૂપિયા થઇ જશે.

વાહન

દર વર્ષે 62 ગણી વધી ફિટનેસ સર્ટિફિકેટ ફીસ, ઉપરથી ગ્રીમ ટેક્સ

મોટર વ્હીકલ કાયદા અનુસાર જો ગાડી 8 વર્ષથી જૂની થઇ જાય તો દર વર્ષે તેનુ ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂ કરાવવુ પડશે. સૂત્રોએ જણાવ્યા અનુસાર જ્યારે આ ગાડીઓ 15 વર્ષથી જૂની થઇ જશે તો દર વર્ષે 62 ગણો વધેલી ફિટનેસ સર્ટિફિકેટ ફીસ ચુકવવા કરતાં સારુ લોકોને તે લાગશે કે તે ગાડીને સ્ક્રેપમાં જ નાંખી દે. જે લોકોને જૂની ગાડી રાખવા માટે હતોત્સાહિત કરશે. આ ઉપરાંત રાજ્યો તરફથી રોડ ટેક્સના આશરે 10-25 ટકા સુધી ગ્રીન ટેક્સ પણ લગાવવામાં આવશે.

5000 રૂપિયા સુધી વધી જશે કારની રજીસ્ટ્રેશન ફીસ

સાથે જ 15 વર્ષથી જૂની પ્રાઇવેટ ગાડીઓ માટે પણ ચાર્જીસ વધી જશે. ટુ વ્હીલરનો રજીસ્ટ્રેશન ચાર્જ વર્તમાનના 300 રૂપિયાથી વધીને 1000 રૂપિયા થઇ જશે અને કારો માટે આ ચાર્જ 600 રૂપિયાથી વધીને 5000 રૂપિયા થઇ જશે. રાજ્યો તરફથી રોડ ટેક્સ ઉપરાંત ગાડી પર આશરે 5 વર્ષ માટે ગ્રીન ટેક્સ પણ લગાવી દેવામાં આવશે. દરેક પ્રાઇવેટ ગાડીનું 15 વર્ષ બાદ રજીસ્ટ્રેશન રિન્યૂ કરાવવુ પડશે અને તે બાદ આ પ્રક્રિયા દર 5 વર્ષ બાદ થશે.

ફીસ

સરકાર સામે આ પડકારો

જે પણ ગાડીઓ ઑટોમેટિક ફિટનેસ ટેસ્ટમાં ફેલ થઇ જાય છે, તેમને ગાડીઓના સેંટ્રલ ડેટાબેસ ‘વાહન’થી ડી-રજીસ્ટર કરી દેવામાં આવશે. સરકાર આ પોલીસીને લોન્ચ કરવાની પૂરી તૈયારીમાં છે પરંતુ હાલ સરકાર સામે તેને લાગુ કરવા માટે સૌથી મોટો પડકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. હાલ 25માંથી ફક્ત 7 ઑટોમેટિક ફિટનેસ સેંટર કામ કરી રહ્યાં છે. સાથે જ ફક્ત બે ઑથોરાઇઝ સ્ક્રેપિંગ સેન્ટર છે, જેમાંથી એક નોએડામાં છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!