GSTV

હવે રસ્તા ઉપરથી દુર નહીં થાય 15 વર્ષ જૂની ગાડીઓ, સરકાર નિયમોમાં લાવી શકે છે આ ફેરફાર

Last Updated on September 25, 2020 by Mansi Patel

જો તમારી ગાડી જૂની થઈ ગઈ છે અને 15 વર્ષ થનારા છે તો તમે ઘબરાતા નહીં, કારણ કે, તેને કંડમ નહીં માનવામાં આવે. એટલે કે તમારા વાહનની ઉંમર 15 વર્ષ થઈ ગઈ છે ત્યારે પણ તેને રસ્તા ઉપર ચાલવાની મંજૂરી મળશે. તેના માટે સરકાર નવો નિયમ લાવી શકે છે. જેનું નામ વાહન સ્ક્રેપ પોલિસી છે. જે હેઠળ તમે જૂના વાહનો હટાવવાની જોગવાઈને પૂર્ણ કરવામાં આવશે. ત્યારે આ નિયમ હેઠળ તમે પોતાની ગાડી વેંચીને નવી લઈ શકો છો. તેમાં તમને ઘણા પ્રકારની છુટ પણ મળશે. હજુ તેના ઉપર કેબિનેટમાં પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

દર વર્ષે ગાડીનું ફિટનેશ સર્ટિફિકેટ લેવુ જરૂરી

એક રિપોર્ટસ પ્રમાણે કેન્દ્રીય રાજ્યમંત્રી જનરલ વિકે સિંહે જણાવ્યું છે કે, વાહન સ્ક્રેપિંગની યોજનાથી દેશની અર્થવ્યવસ્થાને ગતિ મળશે. સાથે જ ઓટો ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. કારણ કે લોકો જૂના વાહનોની જગ્યાએ નવા વાહનો ખરીદશે. જેનાથી વેંચાણમાં વધારો થશે. સાથે જ વાયુ પ્રદુષણ પણ ઓછુ થશે, નવી પોલિસીમાં આશરે 2.80 કરોડ વાહનો દાયરામાં આવશે. તો લોકો જૂની ગાડીને રનિંગમાં રાખવા માંગે છે તો તે દર વર્ષે ગાડીનું ફિટનેશ સર્ટીફિકેટ લેવાનું જરૂરી રહેશે. તેનાથી ગાડીની કંડિશનની જાણકારી મળી રહે છે. જો આવું કરવામાં નથી આવ્યું તો તેને કંડમ ગણવામાં આવશે. તે સિવાય જો વાહન માલિક ફિટનેશ સર્ટિફિકેટ લેવામાં ત્રણ વખત અસફળ રહે છે તો ગાડીને સ્ક્રેપ કરાવવી જરૂરી રહેશે.

જૂના વાહનોના રજીસ્ટ્રેશન માટે ચુકવવા પડશે વધારે પૈસા

નવી પોલિસી હેઠળ હવે જૂના વાહનોની ખરીદી અને તેના રજીસ્ટ્રેશન માટે તમારે વધારે ખીસ્સા ઢીલા કરવા પડશે. કારણ કે, તેની ફિ હવે ત્રણ ગણી વધી ગઈ છે. આવું કરવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે, લોકો જૂની ગાડીનો ઉપયોગ વધારે ન કરે. જો કોઈ મજબુરી છે તો તે દરવર્ષે ફિટનેસ સર્ટિફિકેટ બનાવીને વાહન ચલાવી શકે છે. તે સિવાય જૂની ગાડી વેચીને નવી ગાડી ખરીદવા ઉપર સરકાર ડિસ્કાઉન્ટ પણ દઈ રહી છે.

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!