GSTV
Gujarat Government Advertisement

20 વર્ષથી જુના કમર્શિયલ વ્હીકલ જશે ભંગારમાં, PMO દ્વારા પોલિસીને મળી મંજૂરી

Last Updated on March 17, 2018 by Arohi

પ્રધાનમંત્રી કાર્યાલયમાં થયેલ એક ઉપલા સ્તરની બેઠકમાં જુના વાહનને રસ્તા પરથી હટાવી સ્ક્રેપમાં દાખલ કરવાની મંજુરી આપી દેવામાં આવી છે. એપ્રિલ ૨૦૨૦થી આ લાગુ કરવામાં આવશે. આ નીતિમાં 20 વર્ષથી વધારે જુના વાહનોની રસ્તા પર ચલાવની મંજુરી રદ કરવામાં આવશે અને આવા વાહનોને તોડીને સ્કેપ એટલેકે ભંગારમાં બદલી દેવામાં આવશે. સડક પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ વાહન કબડ નીતિને અંતિમ રૂપ આપવાની ઘોષણા કર્યા બાદ આ જાહેર કરવામાં આવ્યું છે. આ યોજનાનો હેતુ પ્રદુષણ ઓછુ કરવાનો છે.

પ્રધાનમંત્રીના પ્રધાન સચિવની અધ્યક્ષતા હેઠળ થયેલ આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ યોજનાને સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં અલગ અલગ મંત્રાલયોના સચિવ પણ હાજર હતા. આ યોજના એક એપ્રિલ ૨૦૨૦થી અમલ માં આવશે

20 વર્ષથી વધારે જુના વાહનો રસ્તા પર નહિ ચલાવી શકાય. બેઠકમાં નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત અને નાણા મત્રાલય, રસ્તા, પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલય, ઉદ્યોગ તેમજ હોસ્પિટલ મંત્રાલયના સચિવ હાજર હતા. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે યોજનાને જીએસટી પરિષદમાં મોકલવામાં આવશે જ્યાં જુના વાહનોને તોડીને ભંગારમાં દાખલ કરી દેવામાં આવશે. જુના વાહનોના સ્થાન પર નવા વાહનોની ખરીદી પર ૨૮% જીએસટીના બદલામાં 18% જીએસટી કરવામાં આવે તેવું અનુમાન લાગવામાં આવી રહ્યું છે.

જીએસટી પરિષદ આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી છુટની રકમ પર નિર્ણય કરશે. જુના વાહનના બદલામાં નવા વાહનની ખરીદી પર 15-20%નો લાભ મળી શકે છે. આ યોજનાને મંત્રિમંડળની મંજુરી માટે મોકલવામાં આવે તેવી શકયતા છે. નાણા મંત્રાલય આ મામલે સહેમતિ આપી ચુક્યું છે.

Gujarat Government Advertisement

Related posts

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave

સસ્તા ઘર ખરીદવાની તક! પીએનબી 15 જૂને વેચી રહી છે 12865 મકાનો અને ખેતીની જમીન, ચેક કરો સંપૂર્ણ વિગતો

Vishvesh Dave

મોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા વધીને મે 6.3 ટકાએ પહોંચ્યો: સામાન્ય માણસની તૂટી કમર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!