GSTV
Gujarat Government Advertisement

BUDGET 2021-22/ ભંગાર થઇ જશે આટલા વર્ષ જૂની કારો, બજેટમાં ‘વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસી’ અંગે કરાઇ આ ઘોષણા

કાર

Last Updated on February 1, 2021 by Bansari

નાણા મંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2021-22નું સામાન્ય બજેટ આજે રજૂ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે જૂની કારોને સ્ક્રેપ કરી દેવામાં આવશે. તેનાથી પ્રદૂષણ કંટ્રોલ થશે. તેલ આયાતનું બિલ પણ ઘટશે. ઑટોમેટેડ ફિટનેસ સેંટર બનાવવામાં આવશે. પર્સનલ ગાડીને 20 વર્ષ બાદ આ સેન્ટરોમાં મોકલવાની રહેશે. તેમણે કહ્યું કે પર્સનલ વ્હીકલને 20 વર્ષ બાદ અને કમર્શિયલ વ્હીકલને 15 વર્ષ બાદ ઑટોમેટેડ ફિટનેસ સેંટર લઇ જવાની રહેશે.

બજેટ

આટલા વર્ષ જૂના વાહનોને મોકલાશે સ્ક્રેપમાં

તેનો હેતુ જૂની કારોને રસ્તા પરથી હટાવવાનો છે.15 વર્ષથી જૂની ગાડીઓની ઘણી ઓછી રિસેલ વેલ્યૂ છે અને તે ઘણુ પ્રદૂષણ ફેલાવે છે. વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસીની ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી. Ministry of Road Transport and Highwaysએ 15 વર્ષ જૂના સરકારી વાહનોને એપ્રિલ 2022થી સ્ક્રેપમાં મોકલવાની પોલીસીને મંજૂરી આપી દીધી છે.

માનવામાં આવી રહ્યું હતું કે બજેટ 2021માં સ્ક્રેપ પોલીસી સૌના માટે લાગુ કરી દેવામાં આવશે. સરકારે 2030 સુધી દેશને સંપૂર્ણ રીતે ઇ-મોબિલિટી પર શિફ્ટ કરવાનો મહત્વાકાંક્ષી ટાર્ગેટ રાખ્યો છે. તેનો હેતુ દેશના ક્રૂડ ઑયલ બિલને ઘટાડવાનો છે.

બજેટમાં નિર્મલા સીતારમણે કરી આ મહત્વની ઘોષણાઓ

નાણા પ્રધાન નિર્મલા સિતારમણે સંસદમાં બજેટ ( budget) રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત કરી હતી. ત્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બજેટની કોપી આપી હતી. શુભેચ્છા મુલાકાત કરી હતી.દેશમાં આજે સામાન્ય બેજટ રજુ થઇ રહ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે બજેટ રજુ કરશે. કોરોના કાળમાં અર્થવ્યવસ્થાની ધીમી પડેલી રફ્તાર ફરી વધારવા માટે આ બજેટ પર તમામની નજર છે. ટેક્સ હોય કે રોજગાર દરેક મોરચે દેશને આ બજેટથી ઘણી આશા છે.

ટેક્સ હોય કે રોજગાર દરેક મોરચે દેશને આ બજેટથી ઘણી આશા

મોદી કેબિનેટે બજેટને આપી મંજૂરી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં બજેટને મંજૂરી મળી ગઈ છે. થોડાક સમયમાં નિર્મલા સિતારમણ સંસદમાં બજેટ રજુ કરશે.

કોંગ્રેસ સાંસદ ગુરજીત ઔજલા સંસદમાં કાળા વસ્ત્રો ધારણ કરીને આવ્યા હતા. કોંગ્રેસે રાષ્ટ્રપતિના અભિભાષણનો પણ બહિષ્કાર કર્યો હતો. હવે આ ખેડૂત આંદોલન પર કોંગ્રેસ સાંસદની તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય નાણાંમત્રી લોકસભામાં સામાન્ય બજેટ રજુ કરી રહી છે. આ દરમ્યાન વિપક્ષના સાંસદો દ્વારા સતત નારેબાજી કરી રહ્યા છે. નિર્મલા સિતારમણે જણાવ્યું કે ગત વર્ષ દેશ અત્યંત મુશ્કેલી ભર્યા દિવસોમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે આ કપરા સમયમાં આવી રજુ થઈ રહેલું બજેટ તે સમયમાં આવી રહ્યું છે, જ્યારે ભારત સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. કોરોનાના સમયમાં પ્રધાનમંત્રી મોદી તરફથી ગરીબોને ગેસ અને રાશનની વ્યવસ્થા કરવામાં આવી છે.

મેડ ઈન ઈન્ડિયા ટેબલેટમાં દેશનુ સામાન્ય બજેટ

નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર, નાણા મંત્રાલયથી રાષ્ટ્રપતિ ભવન માટે નીકળી ગયા છે. નાણા મંત્રી આજે સંસદમાં દેશનુ સામાન્ય બજેટ રજૂ કરશે. કોવિડના કારણે આ વર્ષે પહેલી વાર બજેટ પેપરલેસ થશે. નાણા મંત્રાલય મેડ-ઈન-ઈન્ડિયા ટેબલેટ દ્વારા નાણા મંત્રી બજેટ રજૂ કરશે. બજેટની સૉફ્ટ કૉપી, ઑનલાઈન ઉપલબ્ધ થશે.

મુશ્કેલી ભરેલા સમયમાં છે વિશ્વની ઈકોનોમી

નાણાં મંત્રીએ જણાવ્યું કે આ વખતનું બજેટ ડિઝિટલ બજેટ છે, આ એવા સમયમાં રજુ થયું છે, જ્યારે દેશની જીડીપી સતત બે વખત માઈનસમાં ગઈ છે પંરતુ આ ઘટના ગ્લોબલ ઈકોનોમી સાથે થયું છે. 2021નું વર્ષ એતિહાસિક થવા જઈ રહ્યું છે. જેના પર સમગ્ર દેશની નજર છે. મુશ્કેલી ભરેલા આ સમયમાં પણ મોદી સરકારનું ફોકસ ખેડૂતોની કમાણી બેગણી કરવા પર, વિકાસની રફતારને આગળ વધારવા પર અને સામાન્ય લોકોને મદદ પહોંચાડવા પર છે.

  • વેક્સિન માટે 35 હજાર કરોડનું એલાન
  • મિશન પોષણ 2.0ની શરૂઆત
  • હેલ્થકેર માટે 2.23 લાખ કરોડ ફાળવાયા
  • ઓટોમેટિક ફિટનેસ સેન્ટર બનાવશે
  • 8500 કીમીનો રોડ પ્રોજેક્ટ પ્રદુષણ કંટ્રોલ માટે ઉઠાવ્યા પગલાં :સીતારામણ
  • એર ક્લીન માટે 5 વર્ષમાં 2000 કરોડ
  • વાહનો માટે નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત
  • માર્ચ સુધી 8000 કીમીનો પ્રોજેક્ટ
  • 3500 કિમીની લાંબો રોડ તામિલનાડુમાં

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!