GSTV

મંદી કે શું ? સુરતમાં વાહન વેચાણમાં ગત્ત વર્ષ કરતા 665 કરોડનો તોતિંગ ઘટાડો

Last Updated on February 7, 2020 by Mayur

ગતિશીલ ગુજરાત અને ફાસ્ટેસ્ટ ગ્રોથ સીટી તરીકે ગણાતા સુરતમાં ઓટો સેક્ટરમાં મંદીની અસર જોવા મળી રહી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ૬૬૫ કરોડની કિંમતના વાહનો ઓછા વેચાયા હતા.સુરત મ્યુનિ.ને વ્હીકલ ટેક્સમાં 14.97 કરોડની ઓછી આવક થતાં સુરતમાં ગત વર્ષ કરતાં  ઓટો સેક્ટરમાં મંદીનો માહોલનો અંદાજ આવી શકે છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 36215 વાહનો ઓછા ખરીદાયા છે જેના કારણે વ્હીકલ ટેક્સની આવકમાં પણ ઘટાડો થયો છે.

સુરત શહેરને વિશ્વનું સૌથી ઝડપથી વિકાસ પામતા શહેરમાં ગણના થઈ રહી છે પરંતુ હાલની મંદીની અસર સુરતમાં જોવા મળી રહી છે. ભાજપ શાસકો ભલે વિકાસની ગાથા ગાતા હોય પરંતુ મંદીની અસર દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકા સુરત શહેરમાં વાહનોની ખરીદી થાય તેના પર  ટુવ્હીલની શો રૃમ કિંત ઉપર 2 ટકા અને થ્રી અને ફોર વ્હીલ વાહનોની કિંમત ઉપર 2.50 ટકા વ્હીકલ ટેક્સની વસુલાત કરે છે. આ રીતે સરેરાશ 2.25 ટકા ટેક્સ  ગણવામા આવે તો ગત  વર્ષે ૬ ફેબુ્રઆરીના રોજ 64.34 કરોડ રૃપિયાની વ્હીકલ ટેક્સની આવક થઈ હતી. આ આંકડા જોતાં ગત વર્ષેે 3524 કરોડના વાહનોનું વેચાણ થયું હતું.

તેની સરખાણીમાં આ વર્ષે 6 ફેબુ્આરી સુધીમાં મ્યુનિ. તંત્રને વ્હીકલ ટેક્સ પેટે 64.34 કરોડ રૃપિયાની આવક થતાં 2859 કરોડ વાહનો ખરીદાયા છે. આ સંખ્યા જોતાં આ વર્ષે સુરતમાં 665૫ કરોડની કિંમતના ઓછા વાહન ગત વર્ષની સરખાણીમાં ખરીદાયા છે. મહાનગરપાલિકાના વ્હીકલ ટેક્સના આંકડાના આધારે ઓટો સેક્ટરમાં મંદી આવી હોવાનું સ્પષ્ટ કહેવાય રહ્યું છે.

વાહનનો પ્રકાર સંખ્યા ઘટાડો  વર્ષ ૨૦૧૮-૧૯
મોપેડ 67110 5382313287
બાઈક 64618 48475 16193
રીક્ષા 2364 2301 00063
કાર 26142 20182 05960
ટ્રક 2345 1934 00411
બસ 231209 00104

READ ALSO

Related posts

Chanakya Niti/ દરેક જગ્યાએ કામ નથી આવતી બચત, આ જગ્યાએ પૈસા ખર્ચ કરવા પર વધશે સમૃદ્ધિ

Damini Patel

આને કહેવાય જુગાડ! પોર્ન વેબસાઇટ પર વિદ્યાર્થીઓને ગણિત ભણાવે છે આ શિક્ષક, કમાણી જાણશો તો મોઢામાં આંગળા નાંખી દેશો

Bansari

માનહાનિ કેસ / રાહુલ ગાંધીને આ તારીખે સુરત કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ, મોદી સમાજ વિરૂદ્ધ કરી હતી ટિપ્પણી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!