GSTV
Home » News » જુલાઈ માસમાં વાહનોનું વેચાણ 18.70 ટકા ઘટીને 19 વર્ષની નીચી સપાટીએ ઉતર્યું

જુલાઈ માસમાં વાહનોનું વેચાણ 18.70 ટકા ઘટીને 19 વર્ષની નીચી સપાટીએ ઉતર્યું

ઓટોમોબાઈલ ક્ષેત્રના વેચાણમાં જુલાઈમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જુલાઈમાં વાહનોનું વેચાણ ૧૮.૭૧ ટકા ઘટયું છે જે છેલ્લા ૧૯ વર્ષનું સૌથી નીચું છે. ઓટો ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલી રહેલી મંદીને પરિણામે છેલ્લા બે-ત્રણ મહિનામાં પંદર હજાર જેટલા કર્મચારીઓએ રોજગાર ગુમાવવાનો વારો આવ્યો હોવાનું સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ)ના એક હોદ્દેદારે જણાવ્યું હતું.


સિઅમ દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે, ઉતારૂ તથા ટુ વ્હીલર્સ સહિત દરેક પ્રકારના વાહનોનો વેચાણ આંક જે ગયા વર્ષના જુલાઈમાં ૨૨,૪૫,૨૨૩ રહ્યો હતો તે વર્તમાન વર્ષના જુલાઈમાં ઘટીને ૧૮,૨૫,૧૪૮ વાહન રહ્યો છે. આ અગાઉ વાહનોના વેચાણમાં સૌથી વધુ ઘટાડો ડિસેમ્બર ૨૦૦૦માં ૨૧.૮૧ ટકા નોંધાયો હતો.


ઉતારૂ વાહનોનું વેચાણ ૨૦૧૮માં ૨,૯૦,૯૩૧ એકમ રહ્યું હતું તે વર્તમાન વર્ષના જુલાઈમાં ૩૦.૯૮ ટકા ઘટીને ૨,૦૦,૭૯૦ વાહન રહ્યું હતું. આ ઘટાડો પણ ૧૯ વર્ષની નીચી સપાટીએ છે. ડિસેમ્બર ૨૦૦૦માં ઉતારૂ વાહનોના હોલસેલ વેચાણમાં ૩૫.૨૨ ટકા ઘટાડો નોંધાયો હતો. જુલાઈમાં સતત નવમા ંમહિને ઉતારૂ વાહનોનું વેચાણ ઘટયું છે.


આ ઉપરાંત ટુ વ્હીલર્સનું વેચાણ ૧૮,૧૭,૪૦૬ પરથી ૧૬.૮૨ ટકા ઘટી ૧૫,૧૧,૬૯૨ રહ્યું હતું. કમર્સિઅલ વાહનોનું વેચાણ જે જુલાઈ ૨૦૧૮માં ૭૬૫૪૫ એકમ રહ્યું હતું તે વર્તમાન વર્ષના જુલાઈમાં ૨૫.૭૧ ટકા ઘટી ૫૬૮૬૬ વાહનો રહ્યું હોવાનું સિઅમના આંકડા જણાવે છે.


સરકાર તરફથી રાહતની તાત્કાલિક આવશ્યકતા હોવાનું ડેટા સૂચવે છે. વેચાણ વધારવા માટે ઉદ્યોગ દ્વારા દરેક શકય પ્રયાસો થઈ રહ્યા છે, આમછતાં હવે સમય પાકી ગયો છે કે સરકાર તાકીદે કંઈક કરે એમ સિઅમના ડાયરેકટર જનરલ વિષ્ણુ માથુરે પત્રકારોને જણાવ્યું હતું.


છેલ્લા બે-ત્રણ મહિનામાં પંદર હજાર જેટલા કર્મચારીઓએ રોજગાર ગુમાવવો પડયો છે. જો કે આમાંના મોટાભાગના કામચલાઉ અને સામાન્ય પ્રકારના કર્મચારી હતા. આ ઉપરાંત ઓટોમોટિવ કમ્પોનેન્ટસ સેગમેન્ટમાં દસ લાખ રોજગાર છીનવાઈ જવાની એરણ પર હોવાનું તેમણે જણાવ્યું હતું.


વેચાણમાં મંદીને કારણે દેશભરમાં ૩૦૦ જેટલી ડીલરશિપ્સ બંધ પડી ગઈ છે જેને કારણે પણ બે લાખ રોજગાર ગુમાયા હોવાનો તેમણે દાવો કર્યો હતો. આ અગાઉ ૨૦૦૮-૦૯ તથા ૨૦૧૩-૧૪ની મંદી વેળાએ ઓટો ક્ષેત્રના થોડાઘણા સેગમેન્ટમાં વૃદ્ધિ જોવા મળી હતી. પરંતુ આ વખતે દરેક સેગમેન્ટસના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.


જીએસટીના દરમાં ઘટાડો, વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી, એનબીએફસી ક્ષેત્રમાં સુધારા તથા રજિસ્ટ્રેશન ફીમાં સૂચિત વધારાને પાછો ખેંચવા જેવા પગલાં હાથ ધરાય એવી ઓટો ઉદ્યોગની માગણી છે.

  • દરેક પ્રકારના વાહનોના વેચાણને બ્રેક
  • જીએસટીના દરમાં ઘટાડા સહિતના રાહતના પગલાં સરકાર વેળાસર જાહેર કરે તેવી ઓટો ઉદ્યોગ તરફથી માંગણી

Read Also

Related posts

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur

માત્ર થોડા હજારમાં ફરી શકો છો આખુ અઠવાડિયું યૂરોપમાં, આ રીતે કરો પ્લાનિંગ

NIsha Patel

જેટલીએ લીધા હતા નોટબંધી, GSTથી લઈને બેંકોના વિલય સુધીનાં આકરા નિર્ણયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!