જો તમારી જૂની કારનો લકી નંબર તમારી પાસે રાખવા માગો છો તો તેના માટે ગુડ ન્યૂઝ છે. હંમેશાં જોવા મળે છે કે કેટલોક સમય ગાડીનો ઉપયોગ કર્યા બાદ તેને વેચી દેતાં હોઈએ અથવા એક્ચેન્જ કરી નાખીએ છીએ. તેની સાથે ગાડીનો નંબર પણ જતો રહે છે. મોટાભાગના લોકો માટે ગાડીનો નંબર લકી હોય છે.

એવા લોકો માટે આખા દેશમાં વાહનની પોર્ટેબિલિટી યોજના શરૂ કરવામાં આવશે. એટલે કે તમે જૂની ગાડીનો નંબર નવી ગાડીમાં પોર્ટેબિલિટીના માધ્યમથી સાથે રાખી શકો છો. પોર્ટેબિલિટી તો દિલ્લીમાં પહેલાથી જ શરૂ થઈ ગઈ છે અને હવે ઉત્તર પ્રદેશની સાથે નોઈડામાં પણ આ યોજના શરૂ થવા જઈ રહી છે. આ યોજના હેઠળ જૂના નંબરને કોઈ પણ નવા વાહન પર લઈ શકો છો. ટુ વ્હીલર માટે લગભગ 20 હજાર રૂપિયા અને ફોર વ્હિલર માટે 50,000 રૂપિયાનો ખર્ચ કરવાના રહેશે. પરંતુ જૂના વાહન પર જે નંબર મળશે, તેના પર કોઈ ખર્ચ નહીં કરવો પડે.


માત્ર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની ફીસ પરથી કામ ચલાવાનું રહેશે. ઉત્તર પ્રદેશ પરિવહન વિભાગે નંબર પોર્ટબિલિટી માટે બે શરત રાખી છે. જેમાં જૂની ગાડીનો નંબર નવા પર લેવાનો છે, તેનું રજિસ્ટ્રેશન લગભગ ત્રણ વર્ષ સુધી ગાડી જે તે માલિકના નામે હોવી જોઈએ. એ ઉપરાંત બીજી શરત એ છે કે જેના નામથી જૂના વાહનો રજિસ્ટર્ડ હોય તે નામથી જ નવા વાહનનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ. તેનાથી તમને નંબર પોર્ટબિલિટી સર્વિસનો ફાયદો મળશે. એ ઉપરાંત VIP નંબર લેવા માટે નિલામીમાં સામેલ થવા માટે એક લાખ રૂપિયા ચુકવવા પડશે. તેના પછી કોઈ બોલી લગાવે છે તો રકમ વધી પણ જાય છે. ખાસ વાત એ છે કે જૂની ગાડીના નંબરને નવા વાહન પર લેવા માટે ફીસ ઘણી ઓછી રાખવામાં આવી છે. એવામાં નિલામી અને જૂના નંબર સસ્તા પડશે.
Read Also
- રાધનપુર/ ભૂમિ પૂજનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર
- જૂનાગઢ/ પોલિયોની રસી આપ્યા બાદ દોઢ માસની બાળકીનું થયું મોત, આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઈ
- બનાસકાંઠા/ આઈફોનની ડુપ્લીકેટ એસેસરીઝ વેચતી 4 દુકાનો પર રેડ, લાખોનો માલ કર્યો જપ્ત
- હાલોલ/ ખાનગી બસો પર આરટીઓની તવાઈ, ટેક્સ ભર્યા વગર ફરતા વાહનો કર્યા ડિટેઈન
- આણંદ SOGએ અનઅધિકૃત સંગ્રહાયેલું ૧ હજાર ૬૪૦ લીટર બોયો ડીઝલ ઝડપી પાડ્યું