GSTV
Home » News » ગાડી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છો તો આ નિયમ પાળજો નહીં તો પોલીસ કરશે ફરિયાદ

ગાડી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છો તો આ નિયમ પાળજો નહીં તો પોલીસ કરશે ફરિયાદ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના લેસર-શો દરમિયાન વાહનોની અવરજવર તથા હોર્ન વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ આઇ.કે.પટેલે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરરોજ સાંજે લેસર શો ચાલી રહેલ હોય તે સમયગાળા દરમિયાન વિશ્વ વનના કેવડીયા તરફના છેડાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટ નં-5 સામેના મુખ્ય રસ્તા પરથી તાકીદના (આકસ્મિક અને મેડીકલ ઇમરજન્સી વગેરે) અને અત્યંત જરૂરી હોય તેવા કારણો સિવાય વાહનોની અવરજવર તથા હોર્ન વગાડવા ઉપર આથી પ્રતિબંધ ફરમાવ્યો છે.આ હુકમનો ભંગ થયે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેક્ટર કે તેથી ઉપલા દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓને હુકમનો ભંગ કરનાર સામે ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવેલ છે.

READ ALSO

Related posts

અભય દેઓલે ફોટો શેર કરી કબૂલાત કરી, ‘હું પણ ડાયરેક્ટર સાથે સૂતો છુ’

Mansi Patel

આ ધારાસભ્યએ કહ્યું, પ્રધાનમંત્રી ફસલ વીમા નહિ ખેડૂતોને ફસાવવાની યોજના છે

Nilesh Jethva

પેન્શન ધારકો આ રીતે ઑનલાઇન જમા કરી શકે છે જીવન પ્રમાણપત્ર, સરળ સ્ટેપ્સમાં જાણો પ્રોસેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!