GSTV

કારમાં બેસતી કે ચલાવતી મહિલાઓ માટે મોટા સમાચાર, વાંચશો તો બેસવાનું ટાળશો

ભારત સહિત વિશ્વભરમાં આજની મહિલાઓ ફાઇટર એરક્રાફ્ટથી લઈને વિમાન સહિતના તમામ વાહનો ચલાવવામાં આગળ છે. પરંતુ શું તમે જાણો છો કે, આ વાહનોને મહિલાઓ પ્રમાણે ડિઝાઈન કરાતા જ નથી? જોકે હાલ તો યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના અહેવાલમાં આવું કહેવાયું છે.

વર્જિનિયાના અહેવાલમાં જણાવાયું છે કે, કાર ચલાવનારી વિશ્વની અડધી વસ્તીના શારીરિક બનાવટ અને વજન મુજબ વાહનમાં સેફ્ટી ફિચર્સ અપાતા જ નથી, જેના કારણે દુર્ઘટના સમયે મહિલાઓનું મોત અથવા ઈજા થવાની સંભાવનાઓ પુરૂષોની તુલનાએ 73 ટકા વધુ હોય છે.

મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ સેફ્ટી ફિચર્સ

ઓટો ઉત્પાદકો વર્ષોથી કારને વધુ સુરક્ષિત બનાવવા પર ભાર આપી રહ્યા છે. આ માટે કાર લોન્ચ કરતા પહેલા ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે. આ સમય દરમિયાન કારનું ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે તે ડમી માણસના કદ અને વજન અનુસાર બનાવવામાં આવે છે. આ ટેસ્ટમાં ડમી મહિલા અથવા ડમી પુરૂષનો ઉપયોગ ઘણો ઓછો અથવા ન કરવા બરાબર હોય છે, જેના કારણે કાર દુર્ઘટના સમયે મહિલાઓને ઇજા થવાની સંભાવના વધારે હોય છે. વર્જિનિયા યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે, સીટ બેલ્ટ પહેરવા છતાં મહિલા ડ્રાઇવરને પુરુષ ડ્રાઈવર કરતા 73 ટકા વધુ ગંભીર ઈજાઓ થઈ શકે છે. એનું કારણ એ છે કે, આવા સીટ બેલ્ટ માત્ર પુરૂષના શરીર મુજબ બનાવવામાં આવે છે.

મહિલાઓ માટે આવી શકે છે અલગથી સેફ્ટી ફિચર્સ

આ સમસ્યા 1980થી ચાલી રહી છે. તે સમયે કાર ટેસ્ટ દરમિયાન મહિલાઓનું શરીર ધરાવતી ડમીનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી અને કાર ઉત્પાદકો પણ તે બાબતે બિલકુલ ગંભીર નથી. તેમના તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહિલા ડમી ખૂબ અસરકારક સાબિત થશે નહીં, કારણ કે હાલના સમયમાં અમેરિકામાં મહિલાની ઊંચાઇ અને વજન લગભગ પુરુષો જેટલું જ છે. જોકે ઓટો નિષ્ણાતોના જણાવ્યા મુજબ કાર કંપનીઓનું આ પ્રકારનું નિવેદન ફક્ત તેમના બચાવ માટે છે. હકીકતમાં મહિલાઓની શારીરિક બનાવટ અનુસાર સેફ્ટી ફિચર્સ લાવવા પડશે અથવા એવું પણ બની શકે છે કે અન્ય ફેરફાર કરવા પડે. આ બાબતથી બચવા માટે કાર ઉત્પાદક કંપનીઓ બહાનું બનાવી રહી છે. સાયન્સના નિષ્ણાંતોનું માનીએ તો મહિલા અને પુરૂષની શારીરિક બનાવટ અને સાઈઝ જુદાં જુદાં હોય છે, એવામાં ક્રેશ પરિક્ષણ દરમિયાન માત્ર પુરૂષ ડમીનો ઉપયોગ કરવો તે ખોટી બાબત છે.

વર્ષ 1980થી શરૂ થયું ડમી દ્વારા કાર ક્રેશ ટેસ્ટ

યુરોપિયન કાર ટેસ્ટમાં ક્રેશ ટેસ્ટ દરમિયાન ડમીનો ઉપયોગ વર્ષ 1980થી શરૂ થયો હતો, જેને થોર નામ આપવામાં આવ્યું હતું. આ ડમીનો ક્રેશ ટેસ્ટમાં ઉપયોગ વર્ષ 2020 સુધી કરવામાં આવનાર છે. મહિલા ડમીનો ઉપયોગ કરવાની હાલ કોઈ યોજના નથી, પરંતુ તે મહત્વપૂર્ણ છે કે, જો મહિલા ડમીનો ઉપયોગ ક્રેશ ટેસ્ટ દરમિયાન કરવામાં આવે છે, તો તેનાથી વધુ સચોટ ડેટા મેળવી શકાશે અને કારને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ મળશે.

Read Also

Related posts

શ્રીનગરમાં હુમલાખોરોએ ગોળી મારી કરી વકીલની હત્યા, TV ડીબેટમાં રજૂ કરતા હતા કાશ્મીરનો પક્ષ

Pravin Makwana

ડ્રગ્સ કેસમાં NCBએ સારા અલી ખાનને મોકલ્યુ સમન્સ, આ તારીખે થશે પૂછપરછ

Pravin Makwana

કંગાળ પાકિસ્તાનની વધશે મુશ્કેલીઓ વધશે/ આરબ અમીરાત બાદ હવે અહીંથી પણ ખરચી આવવાની થઈ ગઈ બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!