વજન ઘટાડવા માટે લોકો કેટલાય પ્રકારની ટિપ્સ અપનાવતા હોય છે. જો કે, તેની સાથે સાથે ખાનપાન પર પણ ધ્યાન આપવાનું રહેશે, ત્યારે જતાં વજન ઘટાડવામાં સફળતા મળશે. પોતાની જાતને ફીટ રાખવા માટે અવનવા અખતરાં કરતા હોય છે. પણ ડાયટમાં લીલા શાકભાજી શામેલ કરતા નથી. જો આપ ડાયટમાં લીલા શાકભાજીને એડ કરશો તો ચોક્કસથી વજન ઘટાડવામાં મદદ મળશે. ઠંડીની સિઝનમાં લીલા શાકભાજી સરળતાથી મળી જાય છે. ઠંડીની સિઝનમાં મૂળા, ગાજર, વગેરે શરીર માટે ઉપયોગી મનાય છે. ખાસ વાત એ છે કે, રેડિશ ગ્રિન, રૂટ વેજિટેબલને પણ વજન ઘટાડવા અને સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે.

શું હોય છે રેડિશ ગ્રીન અને રૂટ વેજિટેબલ
મૂળો, ગાજર જેવી લીલા શાકભાજી ઉપર ઉગે છે, જ્યારે કંદમૂળ નીચે આવે છે. તેને રેડિશ ગ્રીન રૂટ વેજિટેબલ કહેવાય છે. આ શાકભાજીની સાથે સાથે પાનનું પણ મહત્વ છે. તેમાં અલગ અલગ પ્રકારના પોષક તત્વો પણ મળી આવે છે. જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ક્લોરિન, સોડિયમ, આયરન મળી આવે છે. કેટલીય રીતે લોકો આ પાનને બનાવીને ખાય છે. અમુક લોકો તેના પરાઠા બનાવીને ખાય છે. તો વળી કેટલાય વિચિત્ર પ્રકારને પાન બનાવીને ખાય છે. તેના અનેક ફાયદા પણ છે. તો આવો જાણીએ ઠંડીમાં રેડિશ ગ્રીન અથવા રૂટ વેજિટેબલ ખાવાથી શું ફાયદા થાય છે.

ઠંડીમાં રેડિશ ગ્રીન/ રૂટ વેજિટેબલ ખાવાના ફાયદા
- ગાજર-મૂળાના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શાકભાજીના પાનમાં ખૂબ જ ઓછી કેલોરી હોય છે. જેના કારણે જલ્દી ભૂખ નથી લાગતી. આ ખાવાથી આપનું વજન કંટ્રોલમાં રહે છે.
- આ સાથે જ રેડીશ-ગ્રીન શાકભાજીનો જ્યૂસ બનાવીને પણ પી શકો છો. જે લિવર ડિટોક્સ કરવામાં મદદગાર સાબિત થાય છે. આ ઉપરાંત મૂત્ર સંબંધિત સમસ્યાઓમાં પણ મદદ મળે છે.
- સતત રૂટ વેજિટેબલનું સેવન કરવાથઈ ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે. કારણ કે, તેમાં વિટામીન સીની ખૂબ માત્રા હોય છે. તેના માટે ગાજર-મૂળાની સરખામણીએ તેના પાન સૌથી વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
- તમામ પ્રકારના રૂટ વેજિટેબલમાં ખૂબ જ હાઈ માત્રામાં પૌટેશિયમ,આયરન અને વિટામીન હોય છે. જે હાર્ટને ખૂબ જ ફાયદો પહોંચાડે છે. તેની સાથે જ કોલેસ્ટોલને પણ ઓછું કરે છે.
- તેનાથી બ્લડ શૂગરને કંટ્રોલ કરવામાં પણ મદદ થાય છે. આ તમામના સેવનથી આપનું વજન ઓછું થાય છે સાથે જ આપ હેલ્ધી પણ રહો છો.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી