GSTV
Gujarat Government Advertisement

અમદાવાદના આ વિસ્તારમાં શાકભાજીના 14 ફેરીયાઓ Corona પોઝિટીવ

લોન

Last Updated on May 16, 2020 by Arohi

અમદાવાદ શહેરમાં કોરોના (Corona) ના સતત વધી રહેલા કેસ માટે શાકભાજીના ફેરીયાઓની પણ ભૂમિકા હોવાનું દેખાઈ રહ્યુ છે.દરેક અમદાવાદીઓ માટે હવે સાવચેત રહેવાનો સમય આવ્યો છે.શહેરના પશ્ચિમમાં વાસણા વિસ્તારમાંથી બે દિવસમાં 14 જેટલા શાકભાજી અને ફળોના ફેરીયાઓ કોરોના પોઝિટિવ હોવાની વિગત બહાર આવી છે.અગાઉ દિવસભર અલગ અલગ પ્રકારની અફવાઓ ચાલી હતી.

અફવાઓને લઈ શહેરના બીજા વિસ્તારોમાં ભારે ફફડાટ

આ અફવાઓને લઈ અમદાવાદ શહેરના બીજા વિસ્તારના નાગરીકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો હતો.અંતે તંત્રે 14 ફેરીયા પોઝિટિવ હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. મળતી માહીતી પ્રમાણે,અમદાવાદમા કોરોનાના વધતા કેસને લઈને શહેરની ચાલીઓ અને ઝુંપડપટ્ટીમાં મ્યુનિ.ની ટીમ દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી કરાય છે.

દિવસ ભર ચાલી અફવાઓ

શુક્રવારે દિવસ દરમિયાન પશ્ચિમ અમદાવાદના વાસણા વોર્ડમાં મોટી સંખ્યામાં શાકભાજીના ફેરીયા પોઝિટિવ થયાની અફવા ચાલી હતી. પશ્ચિમઝોનના ડેપ્યુટી હેલ્થઓફીસર દક્ષા મૈત્રકે ફોન પર સંપર્ક ટાળી દેતા આ અફવાઓને વધુ બળ મળ્યુ હતુ.ભાજપ પક્ષનેતા અને વાસણાવોર્ડના કોર્પોરેટર અમિત શાહનું ધ્યાન દોરવામાં આવતા તેમણે તંત્રના અધિકારીઓને ફેરીયાઓ અંગેની સાચી વિગતો આપવા  સુચના આપતા બે દિવસમાં વાસણા વોર્ડમાં 14 શાકભાજી અને ફળો વેચતા ફેરીયાઓ સ્ક્રીનીંગ દરમિયાન પોઝિટિવ થયા હોવાની તંત્ર દ્વારા કબૂલાત કરાઈ હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

પ્રિ-મોન્સૂનનો ફુગ્ગો ફૂટ્યો, એએમસીના દાવા સામે અનેક વિસ્તારોમાં ભરાયા ઘુટણસમાં પાણી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!