GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કોરોના સંક્રમણ રોકવા 24 દિવસમાં 17338 શાકભાજીના ધંધાર્થીનું સ્ક્રીનિંગ, આટલા નીકળ્યા પોઝીટીવ

કોરોના

વડોદરા શહેરમાં કોરોના સંક્રમણ વકરે નહીં તેને અનુલક્ષીને શાકભાજીના ધંધાર્થીઓ કે જે કોરોના સંક્રમણ ફેલાવે છે તેની આશંકા હોવાથી તેઓનું સ્ક્રીનિંગ કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ અત્યાર સુધીમાં કરાયેલા સ્ક્રીનિંગમાં શહેરમાં માત્ર ત્રણ જ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.

કોર્પોરેશનના વર્તુળોના કહેવા મુજબ અમદાવાદમાં સુપર સ્પ્રેડર્સમાં વધુ કેસો જોવા મળ્યા છે, તેની સરખામણીમાં વડોદરામાં કોઇ ચિંતાજનક બાબત નથી. તા.૮ મેથી શાકભાજીના ધંધાર્થીઓનું સ્ક્રીનિંગ શરૃ કરાયું હતું અને જેઓનું સ્ક્રીનિંગ કરાયું તેઓને એક સર્ટિ. અપાતું હતું અને ત્રણ-ત્રણ દિવસના અંતે તેઓને ફરી ચેકઅપ માટે જવાનું હતું.

શહેરના ૩૪ અર્બન હેલ્થ સેન્ટરો પર શાકભાજીના ધંધાર્થીઓનું સ્ક્રીનિંગ કરવાની વ્યવસ્થા રાખી હતી. તા.૮ મેથી અત્યાર સુધીમાં કુલ ૧૭૩૩૮ શાકભાજીના ધંધાર્થીઓનું સ્ક્રીનિંગ થયું છે. જેમાં બે ત્રણ વખત રિપિટ થયા હોય તેવા ધંધાર્થીઓ પણ છે. આ તમામમાંથી માત્ર ૧૯૭ અનફિટ મળતા તેઓને ક્વોરેન્ટાઇન કરાયા છે.

17217 કોરોના કેસ, 1063ના મોત અને 10780 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ12,4948647708
સુરત1659711128
વડોદરા107439616
ગાંધીનગર28514161
ભાવનગર1228103
બનાસકાંઠા114587
આણંદ1011084
અરવલ્લી1115103
રાજકોટ115370
મહેસાણા120573
પંચમહાલ891072
બોટાદ59154
મહીસાગર116241
પાટણ80663
ખેડા68454
સાબરકાંઠા106354
જામનગર54337
ભરૂચ40334
કચ્છ80248
દાહોદ36028
ગીર-સોમનાથ45034
છોટાઉદેપુર33023
વલસાડ40114
નર્મદા18015
દેવભૂમિ દ્વારકા13011
જૂનાગઢ30023
નવસારી25012
પોરબંદર1224
સુરેન્દ્રનગર39116
મોરબી403
તાપી603
ડાંગ202
અમરેલી1012
અન્ય રાજ્ય1700
કુલ17,217106310,780

જેમાંથી ૫૨ શંકાસ્પદ મળતા તેઓના ટેસ્ટ કરાયા હતા. જો કે અત્યાર સુધીમાં ત્રણ જ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. એમાંય છેલ્લા ૧૪ દિવસમાં માત્ર ત્રણ લોકો જ અનફિટ મળ્યા છે. સ્ક્રીનિંગ થઇ ગયા બાદ હવે ત્રણ દિવસ બાદ સાત દિવસે બોલાવવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.

Read Also

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!