GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં શાકભાજીની કિંમત આસમાને, તો હોલસેલ અને રીટેલ માર્કેટના ભાવમાં છે આકાશ-પાતાળનો ફરક

Last Updated on September 26, 2019 by Mayur

સામાન્ય માણસને સૌથી વધારે અસરકર્તા હોય તો તે છે શાકભાજીના ભાવ.  જોકે વેપારીઓ ભાવ વધારા માટે વરસાદને જવાબદાર ગણે છે. પરંતુ હોલસેલ અને રીટેઈલ માર્કેટના ભાવમાં જમીન આસમાનનો ફરક છે.

બજારમાં શાકભાજીના ભાવ સાંભળતા જ મધ્યમવર્ગીય પરિવારોના મનમાં ઘરના દૈનિક બજેટની ગણતરી શરૂ થઈ જાય છે. શાકભાજીના મોંઘા ભાવ વચ્ચે મોટાભાગના લોકો બેથી ત્રણ શાક ઓછા લે છે તો કેટલાક કિલોની જગ્યાએ 500 ગ્રામ લઈને જ ચલાવી છે. આખરે આવી સ્થિતિ સર્જાઈ કેમ, હોલસેલ માર્કેટના વેપારીઓ આવી સ્થિતિ પાછળ વધુ વરસાદને જવાબદાર ગણે છે. તેમનો તર્ક છે કે વધુ વરસાદને કારણે વેલા ધોવાઈ જતા શાકભાજીની આવક ઘટતા ભાવમાં 15થી 20 ટકાનો વધારો નોંધાયો છે.

અમદાવાદમાં શાકભાજીના ભાવો પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે હોલસેલ માર્કેટથી છૂટક બજારમાં આવતા શાકભાજીના ભાવ ડબલની નજીક પહોંચી જાય છે..એટલે કે વચેટીયાઓ પણ મોંઘવારીમાં શાકભાજીમાંથી મલાઈ ખાય જાય છે. બજારમાં શાકભાજીના ભાવો પર નજર કરીએ તો.

શાકભાજીનાં ભાવો

શાકભાજીહોલસેલ ભાવ (રૂ./કિલો)રિટેલ ભાવ (રૂ./કિલો)
રીંગણ12-3580
ભુટ્ટા12-3580
કોબીજ16-2670
ફ્લાવર15-3090
વાલોર25-60100
ટામેટા28-3890
દુધી15-3590
ભીંડા15-3080
ગિલોડા25-70100
કોબી50-100120

છૂટક શાકભાજી વેચતા વેપારીઓનું કહેવું છે કે હોલસેલ માર્કેટમાંથી ઉંચા ભાવે શાકભાજી આવતા તેઓને પણ ભાવ વધારવા પડે છે..જેની સીધી અસર ગૃહિણીઓને થાય છે. કોઈને કોઈ કારણસર  શાકભાજીના ભાવમાં છાશવારે વધારો થતો રહે છે. પછી ભલે તેનું કારણ વરસાદ હોય કે પછી પેટ્રોલ ડીઝલમાં ભાવમાં થયેલો વધારો. અંતે પીસાવાનું તો મધ્યમવર્ગીયને જ આવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!