GSTV

ખુશખબર: ખેતરમાંથી કોબિજ તોડવા માટે મજૂરો જોઈએ છે, એક મજૂરને મળશે વર્ષે 63 લાખ રૂપિયા, એક કલાકના 3000 રૂપિયા

Last Updated on September 28, 2021 by Pravin Makwana

સૌ કોઈ ઈચ્છે છે કે તે ખૂબ રૂપિયા કમાય. કેટલીય વાર તો વધારે સેલરીના ચક્કમાં પોતાના પ્રોફેશનથી હટીને પણ જોબ કરતા હોય છે. જો આપને પણ કહેવામાં આવે કે, આપને શાકભાજી તોડવા માટે વર્ષે 63 લાખ રૂપિયા મળશે, તો શું આપ આ જોબ કરશો ? કોઈ પણ વ્યક્તિ આ ઓફરને એક્સેપ્ટ કરી લેશે. આવી જોબ યુકીને એક ફાર્મિંગ કંપનીએ આપી છે. તેના માટે આ કંપનીએ એક જાહેરાત પણ આપી છે.

એક અંગ્રેજી અખબારમાં છપાયેલી એડ મુજબ શાકભાજી તોડવાની આ જોબ T H Clements and Son Ltd તરફથી ઓફર કરવામાં આવી છે. તેના માટે કંપનીએ ઓનલાઈન જાહેરાત પણ આપી છે. આ જાહેરાતમાં કહેવાયુ છે કે, આખુ વર્ષ ખેતરમાંથી કોબીજ અને બ્રોક્લી તોડવાની જોબના બદલામાં દર કલાકે 30 યુરો એટલે કે 3000 રૂપિયા મળશે. આ હિસાબે જોઈએ તો, વર્ષ દરમિયાન નોકરી માટે 62400 યુરો એટલે કે 6311641 રૂપિયા મળશે. આવી જોબ કોઈ પણ કરવા તૈયાર થઈ જાય. આ કામ કરવા માટે શારીરિક રીતે ફીટ હોવા જરૂરી છે. કારણ કે આખુ વર્ષ આ જ કામ કરવાનું છે.

આ જોબ માટે બે એડ ઓનલાઈન પબ્લિશ કરવામાં આવી છે. એક એડમાં કહેવાયુ છે કે, કંપની કોબિજ તોડવા માટે ફીલ્ડ ઓપરેટીવની શોધ કરી રહી છે. આ જોબથી આપ દર કલાકે 3000 રૂપિયા સુધી સરળતાથી કમાઈ શકશો. પણ જો આપ વધારે કમાણી કરવા માગો છો, તો તે આપના પર ડિપેન્ડ છે. આપ જેટલુ કામ કરશો, તેટલા રૂપિયા મળશે.

મજૂરોની કમીના કારણે આવી ઓફર આવી

આપને જણાવી દઈએ કે, હાલના સમયમાં યુકેમાં ખેતરોમાં કામ કરવા મજૂરો અને વર્કર્સની ભારે તંગી છે. આ કારણે ત્યાંની સરકાર સીઝનલ એગ્રીકલ્ચર વર્કર્સ સ્કીમ અંતર્ગત ત્યાં જઈને જોબ કરવા માટે 6 મહિનાની ઓફર આપે છે. ફક્ત ખેતી જ નહીં, પણ અન્ય પણ એવા કેટલાય વ્યવસાય છે, જ્યાં વર્ક્સ અને મજૂરોની તંગી છે. ત્યારે આવા સમયે મજૂરોને લાવવા માટે કંપનીઓ આટલી મોટી ઓફર આપી રહી છે. યુકેમાં વર્ક્સની સેલરી આપી રહ્યા છે.

READ ALSO

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!