GSTV

રાહુલ ગાંધીની સામે માનહાનિનો કેસ દાખલ કરશે વીર સાવરકરનાં પૌત્ર રંજીત સાવરકર

વીર સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ અને શિવસેના પોતાનો વિરોધ કરી ચુક્યા છે ત્યારે વીર સાવરકારના પૌત્ર રંજીત સાવરકરે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. રંજીત સાવરકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી, રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ કરશે તેમ જણાવ્યું છે.

આ ઉપરાંત રંજીત સાવરકરે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સમક્ષ માગ કરી છે કે તેઓને જાહેર માર મારવામાં આવે. રંજીત સાવરકરે કહ્યું કે શિવસેનાએ અનેક વખત કહ્યું છે કે સાવરકરનું કોઈ અપમાન કરશે તો તેઓ તેને સાંખી નહીં લે. રંજીત સાવરકરે કહ્યું કે શિવસેના હવે આ મામલે પોતાનું વલણ નહીં બદલે.

તેઓએ વીર સાવરકરને ભારત રત્ન મળવું જ જોઈએ તેવી પણ માગ કરી છે. રંજીતે સાવરકરે એમ પણ કહ્યું કે રાહુલ પોતાના દાદી ઈન્દિરા ગાંધીનો આભાર માનવો જોઈએ, જેઓએ પોતાની સરનેમ નહેરૂ છોડી નહીંતર લોકો તેમને બ્રિટિશ નોકર જ સમજત. જવાહરલાલ નહેરુ બ્રિટન પ્રત્યે વફાદાર હતા કેમકે તેઓએ 1946માં મંત્રી તરીકે વાઈસરોય કાઉન્સિલનું કામ કરવાનું મંજૂર કર્યુ હતું.

READ ALSO

Related posts

રસીકરણ/ આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી, આ રીતે થયો મોટો ખુલાસો

Harshad Patel

જાણવા જેવું: ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર બનેલું છે વાઈ-ફાઈનું નિશાન, તો જાણી લો તેનાથી શું થાય છે ફાયદા અને નુકસાન

Pravin Makwana

ઓલિમ્પિક/ તિરંદાજીમાં વર્લ્ડ નંબર વન રેન્કરે કહ્યું મેડલ પાક્કો હતો પણ આમને કારણે અમે ચૂકી ગયા, મહિના પહેલાં જ જીત્યા હતા ગોલ્ડ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!