GSTV
Home » News » ‘વાયુ’ દ્વારકા અને વેરાવળની વચ્ચે બપોરે દોઢસો કિ.મી.ની પ્રચંડ તાકાતથી ત્રાટકશે

‘વાયુ’ દ્વારકા અને વેરાવળની વચ્ચે બપોરે દોઢસો કિ.મી.ની પ્રચંડ તાકાતથી ત્રાટકશે

અરબી સમુદ્રમાં ઉદભવેલું અતિ ભયાનક વાવાઝોડું ‘વાયુ’ હવે સૌરાષ્ટ્રના સાગરકાંઠે વેરાવળથી માત્ર ૨૦૦ કિ.મી. દૂર છે. અને આવતીકાલે ગુરુવારે બપોર બાદ દ્વારકા અને વેરાવળની વચ્ચે કલાકના દોઢસો કિ.મી.ની પ્રચંડ તાકાતથી ત્રાટકશે. જેની અસર હેઠળ સમગ્ર સૌરાષ્ટ્રના દસ જિલ્લાઓમાં ભારેથી અતિભારે પ્રમાણમાં વરસાદ પડશે. આંચકા સાથે ૧૬૫ થી ૧૮૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને ભારે પ્રમાણમાં વિનાશક અસર સર્જાશે.

હવામાન વિભાગે જારી કરેલી ચેતવણીમાં આવતીકાલે બપોર બાદ વાવાઝોડું ત્રાટકયા બાદ અમરેલી, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં વાવાઝોડું પથરાઈ જશે અને ભારે બવન સાથે ભારેથી અતિભારે પ્રમાણમાં વરસાદ પડશે.

સૌરાષ્ટ્રમાં ત્રાટકનાર વાવાઝોડાની અસર હેઠળ આવતીકાલથી ચાર દિવસ સુધી ૧૭મી જૂન સુધી સમગ્ર ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલી, મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ, દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, વિસ્તારમાં કલાકના ૩૫ થી ૫૦ કિ.મિ. સુધીની ઝડપે ગાજવીજ સાથે ભારે પ્રમાણમાં વરસાદ પડશે.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દીવમાં અતિભારે પ્રમાણમાં વરસાદ પડશે. તેમજ રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લામાં ભારે પ્રમાણમાં વરસાદ પડશે. ત્રણેક દિવસ સુધી આ બધાં જ જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની વ્યાપક અસર જોવા મળશે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે રાત્રે સાડા આઠ વાગે વાવાઝોડું ‘વાયુ’ અરબી સમુદ્રમાં ઉત્તર-ઉત્તરમાં ૧૯ં ઉત્તર અક્ષાંસ અને ૬૯.૯ પૂર્વ રેખાંશ પર વેરાવળથી ૨૦૦ કિ.મી. દૂર છે. જ્યારે પોરબંદરથી ૨૮૦ કિ.મી. દૂર છે. જે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલે ગુરુવારે બપોર બાદ દ્વારકા અને વેરાવળની વચ્ચે કલાકના ૧૫૫ થી ૧૬૫ કિ.મી.ની પૂર ઝડપે ત્રાટકશે. આંચકા સાથે પવનની ગતિ વધીને ૧૮૦ કિ.મી.ની પણ થશે. 

જમીન પર પ્રચંડ તાકાતથી વાવાઝોડું ત્રાટકયા બાદ પવનની ગતિ સરેરાશ કલાકના દોઢસો કિ.મી.ની રહેશે. આંચકા સાથે ક્યારેક ૧૮૦ કિ.મી. સુધીની પણ પહોંચશે. જેનાથી ભારે વિનાશક અસરો સર્જાશે. દ્વારકા અને વેરાવળની વચ્ચેથી આ પ્રચંડ વાવાઝોડું પસાર થશે અને કચ્છ ભણી આગળ વધશે. જેના પરિણામે અમરેલી, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે પ્રમાણમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં આવેલા અન્ય જિલ્લાઓ ભાવનગર, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ વાવાઝોડાની અસર હેઠળ વ્યાપક પ્રમાણમાં ભારે વરસાદ પડશે. 

દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ એકંદરે સૌરાષ્ટ્ર કરતાં ઓછી હશે. આમ છતાં ૪૦ થી ૫૦ કિ.મી. ની ઝડપે આંચકા સાથે પવન ફૂંકાશે અને સુરત-તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી વિસ્તારમાં ભારે પ્રમાણમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ ૪૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે આંચકા સાથે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડશે. અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, અરવલી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ અને વરસાદ પડશે.આ વાવાઝોડાની અસર ચાર દિવસ સુધી રહેશે અને સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રમાણમાં સર્વત્ર વરસાદ પડશે.

READ ALSO

Related posts

ગીરના સિંહોની વસતિ 1000ને પાર : 7 જિલ્લા સુધી પહોંચી ડણક, ચોટીલા સુધી કર્યો વિસ્તાર

Mayur

21 દિવસમાં જ બળાત્કારના કેસનો આવશે ચૂકાદો : આ રાજ્યની કેબીનેટે આપી દીધી મંજૂરી, હવે કાયદો બનશે

Karan

મોદી સરકાર આ તારીખે જાહેર કરી શકે છે સામાન્ય બજેટ, ઇન્કમટેક્સમાં થશે મોટી જાહેરાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!