GSTV
Home » News » ‘વાયુ’ વાવાઝોડાને લીધે આજે સુરતમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની આગાહી

‘વાયુ’ વાવાઝોડાને લીધે આજે સુરતમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની આગાહી

સંભવિત વાયુ વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈને સુરત જિલ્લાના કાંઠા વિસ્તારોમાં ૫૦ કીમીની ઝડપે પવન ફુંકાવા સાથે વરસાદ પડવાની આગાહી છે. સુરતમાં એડીઆરએફ સહિતના ૧૭૯ જવાનો ટુકડી તહેનાત કરવામાં આવી છે. કાંઠા વિસ્તારમાં આવતા ૩૧ ગામોને એલર્ટ કરાયા છે.

ગુરૂવારે સુરતમાં ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાવી આગાહી થઇ છે. વાયુ વાવાઝોડાની વિપરિત અસરને ટાળવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારી કરી લીધી છે. કલેકટર ડો.ધવલ પટેલે જણાવ્યું કે, ડુમસ અને સુંવાલીની બીચ બંધ કરાવાયા બાદ આજે એનડીઆરએફના ૨૬, એસઆરપીના ૬૫ અને એસડીઆરએફના ૮૮ જવાનો મળી કુલ ૧૭૯ જવાનોએ કાંઠા વિસ્તારમાં પોઝીશન સંભાળી લીધી છે. નવી સીવીલ તથા સ્મીમેર હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ,દવાનો જથ્થો તથા સ્ટાફને પણ સતર્ક કરી દેવામાં આવ્યો છે.

દરમિયાન આજે સિટીમાં દિવસ દરમિયાન વરસાદી વાતારણ અને બફારા વચ્ચે કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા પડયા હતા. આજે વહેલી સવારથી જ સુરતના દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાના મોઝામાં અનોખો કરંટ જોવા મળી રહ્યો હોવાની વિગતો સાંપડી છે. વાયુ

કયા ગામોમાં એલર્ટ

મજુરા તાલુકાના ડુમસ,સુલતાનાબાદ, ભીમપોર, મગદલ્લા ચોર્યાસી તાલુકાના વાસવા,રાજગરી, સુવાલી, જુનાગામ, હજીરા, મોરા અને દામકા તથા ઓલપાડ તાલુકાના આડમોર, કરંજગુ્રપ, કોસાડી, જીણોદ, તુંડા, તેના, દેલાસા, પારડી, ઝાંખરી, પીંજરત , ભગવા, મદ્રોંઈ, મીરાજાપોર, મીંઢી, મોર, લવાછા, દાંડી, કોબા, કુદીયાણા, છીણી, કાછબ મળીને ૩૧ ગામ.

READ ALSO

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!