GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

‘વાયુ’ વાવાઝોડા પહેલા 6 વાવાઝોડાથી બચી ગયું છે ગુજરાત

12મી જૂને મધરાતથી કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું 120થી 145 કિમીની ઝડપે ત્રાટકવાનું છે. 2014 પછી ગુજરાતમાં 6 વાવાઝોડાનો ખતરો મંડરાયો ચૂક્યો છે. પરંતુ નસીબજોગે ગુજરાત આ વાવાઝોડાના વિનાશથી બચ્યુ છે. કારણકે 6 વાવાઝોડામાંથી 4 વાવાઝોડા ચપાલા, નનૌક, અશોબા, સાગર અન્યત્ર ફંટાઈ ગયા હતા. જ્યારે બે વાવાઝોડા ઓખી અને નિલોફર દરિયામાં જ શમી ગયા હતા.

આમ તો ગુજરાતમાં ભૂતકાળમાં વાવાઝોડા જેવી આફતો આવી ચૂકી છે. જેમાં કંડલામાં આવેલા વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો..જો કે વર્ષ 2014થી જો વાત કરીએ તો ગુજરાતમાં 6 વખત વાવાઝોડાએ દસ્તક દીધી હતી…પરંતુ નસીબજોગે ગુજરાતને આ વાવાઝોડાની અસર નથી થઇ.

નિલોફર વાવાઝોડું (29 ઓક્ટોબર, 2014)

અરબી સમુદ્રમાં વેરાવળથી 590 કિમીનાં અંતરે મધદરિયે નનૌક ચક્રવાત સર્જાયું હતું. જેના પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ નનૌક ચક્રવાત ઓમાન તરફ ફંટાતા ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો હતો.

નિલોફર વાવાઝોડું (29 ઓક્ટોબર, 2014)

2014માં દીવાળી પૂર્ણ થતાં અરબ સાગરમાં હવાના ભારે દબાણે ‘નિલોફર’ સર્જાયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છ પરની તેની સંભવિત અસરોને ખાળવા માટે એક સપ્તાહ પહેલા રાજ્ય સરકાર અને તેના માર્ગદર્શન હેઠળ કચ્છનું વહીવટી તંત્ર આપત્તિ સામે સજ્જ રહ્યું હતું. કચ્છ પર મોટી આફતના અણસાર વચ્ચે કચ્છનું વહીવટી તંત્ર સંભવિત નુકસાન સામે તૈયાર આદરી હતી. નિલોફરને સમુદ્રે પોતાનામાં સમાવી દીધું અને કચ્છને આફત સામે કેમ તૈયાર રહેવું એનો બોધ વાવાઝોડું આપતું ગયું હતું.

અશોબા વાવાઝોડું (10 જૂન, 2015)

પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ઊંડા સાયકલોનને પગલે અશોબા નામનું વાવાઝોડું અતિ તીવ્ર બન્યું હતું. જે ઓમાન તરફ ફંટાતા ગુજરાત પરની ઘાત ટળી હતી.

ચપાલા વાવાઝોડું (31 ઓક્ટોબર, 2015)

અરબી સમુદ્રમાં ચપાલા નામનું વાવાઝોડું સર્જાયું હતું. જે વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું હતું. જેથી ગુજરાતમાં દીવાળી જેવા તહેવારો ટાણે તોળાતો ખતરો ટળી ગયો હતો.

ઓખી વાવાઝોડું ( 4 ડિસેમ્બર, 2017)

તામિલનાડુ અને કેરળમાં હાહાકાર મચાવ્યાં બાદ ઓખી વાવાઝોડાંએ ગુજરાત તરફ વળ્યું હતું. પરંતુ અરબી સમુદ્રના માર્ગે આગળ વધી રહેલું ઓખી વાવાઝોડું તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપને પાર કરી ગુજરાત પહોંચતા પહેલાં વિખરાઈ ગયું હતું.

સાગર વાવાઝોડું ( 17મે, 2018)

ગુજરાતના દરિયાકાંઠે સાગર નામનું વાવાઝોડું સર્જાયું હતું. પરંતુ ગુજરાત પહોંચતા પહેલા આ વાવાઝોડું યમન તરફ ફંટાઈ ગયું હતું. જેથી ગુજરાત પરથી ખતરો ટળ્યો હતો.

READ ALSO

Related posts

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 96 લાખની જૂની નોટ સાથે બે લોકોની ધરપકડ

Nilesh Jethva

રાજ્યમાં કોરોનાના બની રહ્યા છે નવા રેકોર્ડ, સતત 600 પ્લસ નવા પોઝીટીવ સાથે 7 દિવસમાં 4500થી વધુ કેસ

Harshad Patel

મહિન્દ્રા બોલેરો બધી કારને પાછળ રાખીને આ રીતે નંબર -1 પર, આ કારોના વેંચાણમાં થયો વધારો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!