GSTV
Home » News » વાયુ સંકટ : વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 2.75 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

વાયુ સંકટ : વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 2.75 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

વાયુ વાવાઝોડાને લઇને રાજ્યનું વહીવટીતંત્ર એલર્ટ થયું છે. વાવાઝોડાને લઇને ગાંધીનગરમાં મોડી રાત્રે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ફરી એક વખત સમીક્ષા બેઠક યોજાઇ હતી. સીએમે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વિવિધ જિલ્લાઓની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 2.75 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની કુલ 47 ટીમો સજ્જ કરવામાં આવી છે. રાજ્યના તમામ બંદરો પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

જ્યારે કે વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાત પર તોળાઇ રહેલા વાયુ વાવાઝોડાને કારણે ઉદ્દભવનારી કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. વાયુ ચક્રવાતની અસર જાણવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોડી રાત્રે ફરી એક વખત સમીક્ષા બેઠક યોજી. સીએમ રૂપાણીએ ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમમાં પહોંચી પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. બેઠક બાદ સીએમે જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે ઓછામાં ઓછી તારાજી થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વાવાઝોડાને પહોંચી વળવા તમામ રેસ્ક્યુ ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

જે માટે એનડીઆરએફની કુલ 47 ટીમની મદદ લેવામાં આવી રહી છે. તો સાથે જ સંભવિત અસરગ્રસ્ત 11 જિલ્લાઓમાં સેનાની એક-એક કોલમ તૈનાત છે. ઉપરાંત 300 મરીન કમાન્ડો પણ ખડેપગે છે. કચ્છમાં પણ બીએસએફની બે ટીમો તૈનાત છે. તો સાથે જ એરફોર્સના નવ હેલિકોપ્ટરને અમદાવાદ, જામનગર, અને વડોદરાના એરબેઝ પર તૈનાત કરાયા છે. વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે.

વાવાઝોડાને લઇને પીએમઓ અને ગૃહ મંત્રાલય પણ સતત ગુજરાત સરકારના સતત સંપર્કમાં છે. દરિયાકાંઠા તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તકેદારી સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

દેશના આ મંત્રાલયે કર્યો અનોખો વિચાર, લોકો પાસેથી આઈડિયા અને સૂચનો આપવા જણાવ્યું

Path Shah

CM રૂપાણીનાં દિલ્હીમાં ધામા: પેટાચૂંટણી સંદર્ભે પક્ષ પ્રમુખ અમિત શાહ સાથે કરી ચર્ચા

Riyaz Parmar

ભારતીય ટીમે પાકિસ્તાનને જીતવા માટે 337 રનને લક્ષ્યાંક આપ્યો, રોહિત શર્માની શાનદાર સદી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!