GSTV
Home » News » અરબી સમુદ્રમાં ઉછાળા મારતું ‘વાયુ’, દક્ષિણ ગુજરાતનાં 52 કિમી વિસ્તારમાં પોલીસ-NDRF ખડેપગે

અરબી સમુદ્રમાં ઉછાળા મારતું ‘વાયુ’, દક્ષિણ ગુજરાતનાં 52 કિમી વિસ્તારમાં પોલીસ-NDRF ખડેપગે

દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત રાજ્ય વાયુ સામે બાથ ભીડવા તૈયાર છે. વહિવટી તંત્ર કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે સક્ષમ છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વાયુ વાવાઝોડાની અસર દેખાતી હોય તેવું વાતાવરણ સર્જાયું છે. દરિયો તોફાની મોજા ઉછાળી રહ્યો છે. તેમજ હાઇ પ્રેશરવાળી હવા વાતાવરણને ડહોળી રહિ છે.

વાયુના ઉદ્દભવસ્થાન અરબી સમુદ્રમાં ઉછાળા મારતું વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેમાં ગુરુવારે બપોરે વાયુ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકશે. જેની વધુ અસર આજે સાંજે શરૂ થઈ છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સાથે નવસારીના દરિયા કિનારે અતિ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે.

વાયુ વાવાઝોડું આવવાની નિશાનીના ભાગરૂપે 15 કીમીની ઝડપે ભારે પવન ફુંકાઇ રહ્યો છે. વાતાવરણમાં દરિયાઈ પટ્ટી પર કોઈ અનીચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લાના દરિયાઈ બીચ પર આવતા સહેલાણીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે જ પોલીસે અલગ અલગ ટુકડીઓ બનાવી જિલ્લાના 52 કિલોમીટર વિસ્તારમાં ચાંપતી નજર રાખી રહ્યુ છે.

વાયુ ચક્રવાતની અસર મહદઅંશે સુરતમાં પણ જોવા મળી છે. સુરતના સુવાલી દરિયા સહિતના કિનારાઓ પર ભારે પવન ફૂંકાયો. વિકટ પરિસ્થિતિમાં પહોંચી વળવા એનડીઆરએફ સહિત એસઆરપી તેમજ એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.

આ અંગે સુરત જિલ્લા ચોર્યાસી તાલુકાના પ્રાંત અધિકારી સહિત એનડીઆરએફની ટીમે સુવાલી દરિયાના બીચની સમીક્ષા કરી છે. પ્રાંત અધિકારીએ જણાવ્યું કે,” વાયુ ” વાવાઝોડા ની આગાહીના પગલે તંત્ર સજ્જ છે અને દરિયા નજીક વસવાટ કરતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે એનડીઆરએફ ના અધિકારીએ જણાવ્યું કે, તમામ દરિયાના બીચનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને સંજોગોવશાત કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે.

READ ALSO

Related posts

અષાઢ મહિનો અડધો વીતિ ગયો હજુ મેઘરાજાએ મહેર કરી નથી , ખેડૂતોની હાલત બની કફોડી

Path Shah

રીડેવલપમેન્ટ સ્કીમ બાબતે એપાર્ટમેન્ટ એસો.ની મળી મિટિંગ, સરકારને પત્ર લખી કરી આ રજૂઆત

Kaushik Bavishi

ભરૂચ સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં દર્દી ઉપર ઘાતક હથિયાર વડે હુમલો, આરોપી ફરાર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!