GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

વાયુ વાવાઝોડાનો સૌરાષ્ટ્ર પરથી ખતરો ઓછો, પણ રાજ્ય સરકાર હજુ એલર્ટ પર

વાયુ વાવાઝોડાનો સૌરાષ્ટ્ર પરથી ખતરો ઓછો થયો છે. પરંતુ રાજ્ય સરકાર હજુ એલર્ટ પર છે.ગાંધીનગરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસે સીએમના અગ્ર અધિક સચિવ કે.કૈલાસનાથ પહોંચ્યા હતા. જ્યાં તેમણે વાયુ વાવાઝોડાને લઈને અધિક જાણકારી મેળવી હતી. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના મુખ્ય અધિકારીઓ પાસેથી કે. કેલાસનાથે રિપોર્ટ પણ માંગ્યો છે. તો સાથે જ મહેસુલ પ્રધાન કૌશિક પટેલ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસથી વાવાઝોડા અને તંત્રની કામગીરી પર નજર રાખતા જોવા મળ્યા.

કેટેગરી 2માંથી કેટેગરી-1માં ફેરવાયું

વાયુ વાવાઝોડાએ ભલે દિશા બદલી હોય પરંતુ સંકટ ટળ્યું નથી. વાયુ વાવાઝોડુ કેટેગરી-2 માંથી કેટેગરી-1 માં ફેરવાયું છે. જોકે અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાયુ વાવાઝોડાનો ખતરો છે. હવામાન વિભાગે જણાવ્યું કે 15 જૂન સુધી ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસર રહેશે. વેરાવળથી 110 કિલોમીટર દુર વાવાઝોડાએ દિશા બદલી છે. 135થી 160 કિલોમીટરની ઝડપે પવન ફૂકાઈ શકે છે. અમદાવાદ-ગાંધીનગરમાં વાદળો છવાયેલા રહેશે.. અને છુટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યભરમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

READ ALSO

Related posts

VIDEO: હવે આને કોણ સમજાવે, જુઓ તો ખરા લાઈવ રિપોર્ટીંગમાં કેમેરાની સામે આવી શું કરે છે આ ટેણીયું

Pravin Makwana

અમરેલી પંથકમાં છવાયા કાળાડિબાંગ વાદળો, સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ

Bansari

વાપી GIDCમાં વિકરાળ આગથી મચી અફરાતફરી, કાળા ડિબાંગ ધુમાડા આકાશમાં દૂર સુધી ફેલાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!