GSTV

840 કિમી દૂર આકાર લઈ રહી છે આફત, સૌરાષ્ટ્ર ખાતે 12 જૂને ત્રાટકી શકે છે વાવાઝોડું

ગુજરાતના વેરાવળથી દક્ષિણ-પૂર્વની દિશામાં ૮૪૦ કીમી દૂર દરિયામાં વાવાઝોડુ આકાર લઇ રહ્યુ છે. વાયુ નામનું વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ ધપી રહ્યુ છે.૧૨મી જૂન સુધીમાં દરિયામાં ઉભુ થયેલુ ડીપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર સતર્ક બની છે.

ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં તાકીદની બેઠક બોલાવાઇ હતી જેમાં સ્થિતીનો સામનો કરવા તૈયારીઓ કરાઇ હતી. સંભવિત વાવાઝોડાને પગલે રાજ્ય સરકારે હવામાન વિભાગ અને ઇસરો સાથે સતત સંપર્કમાં રહી સમગ્ર પરિસ્થિતી પર નજર રાખી છે. હાલમાં પોરબંદર અને વેરાવળના દરિયાકિનારે એક નંબરનુ સિગ્નલ લગાડવામાં આવ્યુ છે. માછીમારોને વાયરલેસથી મેસેજ મોકલી દરિયામાંથી પરત બોલાવવામાં આવી રહ્યા છે. માછીમારોને હવે દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકાયો છે.

વાવાઝોડાની સ્થિતીને જોતાં પ્રવાસીઓને પણ દરિયાકિનારે કે બીચ પર ફરવા ન જવા સલાહ આપવામાં આવી છે. વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવનાને જોતાં ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં વેધર વોચ ગુ્રપની એક ઇમરજન્સી બેઠક મળી હતી. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના વડપણ હેઠળ મળેલી બેઠકમાં સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવી સમિક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં હવામાન વિભાગના હેડ જયંત સરકારે માહિતી આપી કે,હાલમાં વેરાવળથી ૯૩૦ કીમી ડીપ્રેશન સર્જાયુ છે જે ૧૨મી જૂન સુધીમાં વાવાઝોડાનુ રુપ ધારણ કરશે.

વાયુ નામનુ આ વાવાઝોડુ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે વધુ અસર કરશે. વાવાઝોડા દરમિયાન ૮૦ થી ૧૦૦ કીમીની ઝડપે પવન ફુંકાય તેવી સંભાવના છે. દરિયામાં બે મિટર ઉંચા મોજા પણ ઉછળી શકે છે. પોરબંદર, દ્વારકા ,જામનગર,કચ્છમાં પાંચ-છ ઇંચ વરસાદ વરસી તેવી શક્યતા જોવાઇ રહી છે. સ્થિતીની સમિક્ષા કરી રાજ્ય સરકારે રાહત બચાવ માટે આર્મી ,કોસ્ટગાર્ડ ,નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ ,સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ, નેવી ઉપરાંત તટરક્ષક દળને સાબદુ રહેવા આદેશ કરાયો છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં કલેક્ટરોને સંબધિત વિભાગો સાથે સકલનમાં રહીને લોકોને આ સંજોગોમાં સાવચેત કરવા સૂચના આપવામાં આવી છે. લોકોને ય જીવનજરુરિયાતની ચીજવસ્તુઓ,દવાઓ સાથે સજ્જ રહેવા તાકીદ કરાઇ છે. રસ્તા,મકાનો,વૃક્ષો અને વિજળીના થાંભલાઓને નુકશાન ન પહોંચે તે માટે વિભાગોને સજ્જ કરવામાં આવ્યાં છે. મત્સ્ય વિભાગે પણ દરિયામાં ગયેલી બોટોને પરત બોલાવી સલામત સ્થળે પહોચી જાય તેવી માછીમારોને સૂચના આપી દીધી છે.

વાયુ વાવાઝોડાનો સામનો કરવા સૌરાષ્ટ્ર-કચ્છમાં તંત્રને મોકડ્રીલ કરવા આદેશ

વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવનાને જોતાં સરકારે આગોતરુ આયોજન કર્યુ છે. વાવાઝોડાનો સામનો કેવી રીતે કરવો તે માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જીલ્લા કલેક્ટરોને મોકડ્રીલ યોજવા આદેશ કરવામાં આવ્યો છે. રાહત બચાવ કામગીરી માટે ય અગાઉથી સઘન આગોતરુ આયોજન કરાયુ છે.

Read Also

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!