GSTV
Home » News » જો વાયુ ખરેખર ગુજરાતમાં આવી ગયું હોત તો શું થાત તેનો પુરાવો તેની આ અસરથી મળી જશે

જો વાયુ ખરેખર ગુજરાતમાં આવી ગયું હોત તો શું થાત તેનો પુરાવો તેની આ અસરથી મળી જશે

અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાંથી ઉદભવેલા વાયુ ચક્રવાતે દિશા બદલી નાખતા તે ઓમાન તરફ ફંટાયુ છે. જેથી સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાંથી ઘાત ટળી છે. જોકે ગુજરાત પર હજુય ખતરો મંડરાયેલો રહ્યો છે જેના લીધે સરકારે આ બાબતની ગંભીરતા લઇને વધુ 15 જૂન સુધી હાઇએલર્ટ યથાવત રાખ્યુ છે. જો કે ગુજરાતમાં આવેલા વાયુ વાવાઝોડાથી ગુજરાતની કેવી સ્થિતિ છે તેનો પુરાવો આ તસવીરોમાં જોવા મળશે.

ગુજરાત સરકાર દ્રારા જાહેર કરવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં વાયુ વાવાઝોડાની અસરના કારણે એક પણ વ્યક્તિનું મૃત્યું નથી થયું. પરંંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં તારાજી સર્જાય છે તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમાં કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ નીચે પડી ગયા છે તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે.

આમ છતાં વાવાઝોડાનુ સંક્ટ ટળ્યુ છે તેમ સમજવાની જરુર નથી. હજુય વાવાઝોડાની ગંભીરતાને જોતાં સરકાર-તંત્ર એલર્ટ છે. વાવાઝોડુ હજુય સૌરાષ્ટ્ર માટે ભયજનક જ છે જેથી સરકારે ૧૫ જૂન સુધી એલર્ટ યથાવત રાખ્યુ છે.

ઓરિસ્સામાં આવેલા ફાની વાવાઝોડાના કારણે જાનમાલને ઘણું જ નુકસાન થયું હતું. ઘણા લોકોનું સ્થાળાંતરણ કર્યા બાદ પણ તેમના મકાનની અસ્કામતોને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે સ્થાળાંતરણ કરવામાં આવેલા લોકોની વસ્તુઓને તો નુકસાન નથી થયું પરંતુ રાજ્ય સરકાર તેમના માટે સહાય કરી છે. કેમ્પમાં રાખવામાં આવેલા ત્રણ લાખ લોકોને કેશ ડોલ્સની સહાય ચૂકવવાની રાજ્ય સરકાર દ્રારા જાહેરાત કરવામાં આવી છે . જેમાં પુખ્ત વયના લોકોને રોજના રૂપિયા 60 લેખે જ્યારે તેનાથી નાના લોકોને રોજના રૂપિયા 45 લેખે એમ ત્રણ દિવસ સુધીની રકમ ચૂકવાશે.

વાયુ વાવાઝોડાની આફત સામે લડવા માટે ખાસ તો એનડીઆરએફની ટીમ ખડેપગે કામમાં લાગી હતી. દરિયાકાંઠાના તમામ વિસ્તારોને આ ટૂંકડીઓએ કોર્ડન કરી લીધા હતા. મીડિયાકર્મીઓ અને પોલીસ સિવાય સામાન્ય જનતાને કોઈ પણ જગ્યાએ જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. અલગ અલગ ટૂકડીઓએ વાયુ વાવાઝોડાના આગમન પહેલા ઓપરેશન ચલાવ્યું હતું. જેમાં કેટલીક ટૂકડીઓ દરિયાકાંઠાના વિસ્તારમાં તો કેટલીક ટૂકડીઓ શહેરની અંદર તૈનાત કરવામાં આવી હતી.

વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન સેવાને અસર પડી છે. ઓખા, વેરાવળ, પોરબંદર, ભૂજ ભાવનગર, જામનગર જતી 14 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.વાવાઝોડાની અસર સમાપ્ત થયા બાદ ટ્રેનો શરૂ કરવામાં આવશે. પરંતુ ટ્રેન રદ્દ થતા મુસાફરો રેલવે સ્ટેશન પર રઝડી પડ્યા હતા.

વાયુ વાવાઝોડાની અસરને લઇને પાટણ જીલ્લામાં ગત રાત્રે ગાજવીજ સાથે વાવાઝોડું ત્રાટકયુ હતુ. વાવાઝોડાના કારણે લોકોને વિવિધ સમસ્યાઓ સહિત નુકશાન સહન કરવું પડયું. પવનનાં વેગનાં કારણે હારીજ એપીએમસી માર્કેટનાં પતરાં ઉડી ગયા હતા. પતરાં ઉડી જવાના કારણે માર્કટનાં ગોડાઉનમાં વેપારીઓએ સ્ટોર કરેલ માલ પલળી ગયો હતો. વેપારીઓ એ ભાડે રાખેલ ગોડાઉનમાં કપાસિયા ખોળ સહિતનો માલ મુકયો હતો જે પલળતાં વેપારીઓને ભારે નુકશાન વેઠવું પડયું.

વાયુ વાવાઝોડાની અસરના કારણે કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. દરિયામાં કરંટ હતો. તેવામાં ભારે વરસાદે લોકોની હાલાકી વધારી દીધી હતી. ભારે પવન અને વરસાદના કારણે પોરબંદરમાં આવેલી એલસીબીની કચેરી પર આવેલો કંટ્રોલ ટાવર ધરાશાયી થયો હતો.જ્યારે પોરબંદરમાં ઊંચા દરિયાઈ મોજાના થપાટમાં નિલકંઠ મહાદેવ મંદિર તૂટી પડ્યુ હતું. તો સાથે જ બોટાદ, દીવ,વેરાવળ અને પોરબંદરમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. એનડીઆરએફની ટીમ દ્વારા રસ્તા પર તૂટી પડેલા વૃક્ષો કાપીને રસ્તાઓ પૂર્વવત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

વાયુ વાવાઝોડાની અસર અરવલ્લી જિલ્લામાં પણ વર્તાઈ હતી. બાયડના શણગાલ ગામે પવનના કારણે અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા. અને  ૨૫થી વધુ મકાનના છાપરા પવનમાં ઉડી ગયા હતા. વરસાદના કારણ ગામમાં વીજળીનો પુરવઠો પણ ખોરવાયો હતો. જ્યારે ત્રણથી ચાર પશુઓના મોત પણ થયા હતા.

READ ALSO

Related posts

બૉલીવુડનાં 7 એક્ટર્સ જેમની ફિલ્મોએ લોકોમાં જગાવ્યો દેશભક્તિનો ભાવ

Mansi Patel

21 યુવાનોએ મુંડન કરાવી ભાજપ સરકારનું કર્યું બારમું !

Mayur

71માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ડૂબ્યો દેશ, ફોટામાં જુઓ રોશનીનાં ઝગમગાતી ઈમારતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!