GSTV
Home » News » વાયુ વાવાઝોડાના કારણે ઘર છોડેલા લોકોનો સામાન ચોરી ન થાય આ માટે SRPના 1,300 જવાનો ખડેપગે

વાયુ વાવાઝોડાના કારણે ઘર છોડેલા લોકોનો સામાન ચોરી ન થાય આ માટે SRPના 1,300 જવાનો ખડેપગે

વાયુ વાવાઝોડાના ખતરાને કારણે 3.75 લાખ લોકોએ પોતાનો સામાન છોડી સ્થળાંતર કર્યું છે. લોકોના કિંમતી સામાનની ચોરી ન થાય તે માટે રાતભર પેટ્રોલિંગ કરવામાં આવ્યું. એસડીઆરએફની 11 ટીમ અને એસઆરપીની 13 ટીમે પેટ્રોલિંગ કર્યું. પેટ્રોલિંગમાં એસડીઆરએફના કુલ 1100 જવાનો અને એસઆરપીના 1300 જવાનો જોડાયા હતા.

ધોરાજીમાં ભારે પવન ફૂંકાયો

વાયુ વાવાઝોડાના કારણે ધોરાજીમાં સવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો. વરસાદના કારણે ખેડૂતોને મોટી રાહત મળી છે. પરંતુ ભારે પવનના કારણે ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણામાંથી ૫૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. અહી મોડી રાત્રેથી જ સેનાની ટીમ આવી ગઈ હતી. સેનાની છ જેટલી ગાડીઓએ ધોરાજી, ઉપલેટા અને જામકડોરણામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે વાવઝોડાના કારણે સ્થાનિક વહીવટી તંત્ર પણ એલર્ટ થયુ છે.

જલેશ્વર મંદિરનો દરિયો ગાંડોતૂર

રાજ્યમાં વાયુ વાવાઝોડાના કારણે દરિયા કાંઠાનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. ત્યારે વેરાવળના જલેશ્વર મહાદેવ મંદિરનો દરિયા ગાંડોતુર બન્યો છે. દરિયામાં ખુબ જ મોટો મોજા ઉછળ્યા. જેથી અનેક લોકોને અહીંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અહીં એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

‘હાઉડી મોદી’ પાછળ મોદી-ટ્રમ્પની સમાંતર રાજનીતિ જવાબદાર છે? જાણો શું કહે છે તજજ્ઞો

Riyaz Parmar

રાજકોટમાં પોલીસની દારૂ પાર્ટીમાં પોલીસના દરોડા, અનેક મોટા માથાના નામ સામે આવવાની શક્યતા

Nilesh Jethva

મોદી સરકારની બમ્પર જાહેરાત- કેમ્પ લગાવીને 200 જિલ્લામાં લોન અપાશે, સાંસદો બનશે સાક્ષી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!