GSTV
Home » News » ‘વાયુ’ સર્જશે બેવડી આફત, વરસાદને આ રીતે કરી શકે છે અસર

‘વાયુ’ સર્જશે બેવડી આફત, વરસાદને આ રીતે કરી શકે છે અસર

ભારે ગરમીથી સહન કરી રહેલા ઉત્તર ભારતમાં ચોમાસુ મોડુ પહોંચવાની આગાહી છે. ધીરે ધીરે આગળ વધી રહેલા ચોમાસાથી લાગી રહ્યું છે કે મેદાની વિસ્તારોમાં કેટલાક દિવસો બાદ રાહત મળશે. પરંતુ વાયુ વાવાઝોડાને કારણે હવે એક આશંકા એ પણ થઈ રહી છે કે જો ચોમાસાના વાદળો આ વાવાઝોડું ઉડાવી જશે. અને જો તેમ થશે તો ઉત્તર ભારતમાં હાહાકાર મચી જશે. કેમ કે ઉત્તર ભારતમાં પૂરા મેદાની વિસ્તારોમાં ખેતી માટે ખેડૂતો વરસાદ પર નિર્ભર છે. આમ તો ચોમાસુ પહેલેથી જો મોડુ ચાલી રહ્યું છે. પરંતુ જો વાયુ ચક્રવાતની ઝપેટમાં ચોમાસાના વાદળો આવશે તો ખેડૂતોને મોટું નુકસાન ઉઠાવવું પડશે. અને ઉત્તર ભારતમાં દુકાળની સ્થિતિ ઉભી થઈ જશે..

અમરેલી NDRFની ટીમ સક્રિય

અમરેલીમાં વાયુ વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર એલર્ટ કરાયું..પુણે સહિતની એનડીઆરએફની ટીમ અસરગ્રસ્ત વિસ્તારો તરફ જવા રવાના થઇ છે. ઉના, દિવ અને જાફરાબાદમાં એનડીઆરએફની ટીમ પહોંચીને પ્રભાવિત વિસ્તારના લોકોને સ્થળાંતરમાં મદદરૂપ બનશે. આ સાથે વાવાઝોડુ આવે તે પહેલાં પ્રભાવિત વિસ્તારના લોકોને વાવાઝોડા સમયે તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપશે.

દ્રારકાના દરિયામાં કરંટ વધી રહ્યો છે

દેવભૂમિ દ્વારકા દરિયામાં વાયુ વાવાઝોડાની અસર દેખી રહી છે. દ્વારકાના દરિયામાં ધીમે ધીમે કરંટ વધી રહ્યો છે. જેમ જેમ વાયુ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે તેમ તે દરિયો તોફાની બની રહ્યો છે. હાલ દ્વારકાના દરિયામાં એક મીટર જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જ્યારે વાવાઝોડુ ગુજરાતના દરિયાઈ તટે ટકરાશે ત્યારે દરિયામાં દોઢ મીટરથી વધુ ઉંચા મોજા ઉછળશે તેવી સંભાવના છે.

READ ALSO

Related posts

રૂપિયાની તંગીને લઇને ઘરમાં ઝગડા-કંકાશ છે? મુખ્ય દ્વાર પર લગાવી દો આ ચમત્કારી વસ્તુ

Bansari

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સિવીલ સર્વિલ પરિક્ષા તૈયારી કેન્દ્રનો CM રૂપાણીનાં હસ્તે પ્રારંભ કરાશે

Riyaz Parmar

અમરેલીનો આ ડેમ 80 ટકા ભરાતા નિચાણાવાળા 43 ગામોને અપાયું એલર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!