GSTV
Home » News » વાયુ વાવાઝોડાના કારણે 50 ગામના 6665 લોકોનું સ્થાળાંતર કરવાની તૈયારી, પણ લોકોનો સ્થાળાંતર કરવાનો ઈન્કાર

વાયુ વાવાઝોડાના કારણે 50 ગામના 6665 લોકોનું સ્થાળાંતર કરવાની તૈયારી, પણ લોકોનો સ્થાળાંતર કરવાનો ઈન્કાર

ગુજરાત તરફ વાયુ નામના વાવાઝોડાનું સંકટ 135 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યુ છે. હાલમાં ગુજરાતના દરિયાકાંઠાથી વાયુ 325 કિલોમીટર દૂર છે. મધરાત સુધીમાં દરિયામાં રહેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગની ગણતરી મુજબ 12 જૂનની રાત્રે દિવ વેરાવળના દરિયાકાંઠે વાયુ ત્રાટકશે.

12 જૂન સવારે સાત વાગ્યા સુધીમાં વાવાઝોડુ સૌરાષ્ટ્રથી 325 કિલોમીટર, સવારે 10 વાગ્યે 263 કિલોમીટર, બપોરે 1 વાગ્યે 215 કિલોમીટર, અને સાંજે સાંત વાગ્યે 143 કિલોમીટર, જ્યારે રાત્રે 10 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રથી 103 કિલોમીટર દૂર હશે અને 13મીએ મળસ્કે વેરાવળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. જ્યારે વાવાઝોડુ ત્રાટકશે ત્યારે તેની ગતિ વધીને 110થી 120 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જશે. મહત્તમ સ્પીડ 135 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પણ હોઈ શકે છે.

ઊનામાંં લોકો સ્થળાંતર કરવાનો કરી રહ્યા છે ઈનકાર

વાયુ વાવાઝોડાને કારણે ઊનાના 50 ગામના 6665 લોકોનું સ્થળાંતર કરવાની તૈયારી કરવામાં આ છે. લોક સ્થળાંતર કરવાનો ઈન્કાર કરે તો પોલીસ કાફલાને સાથે રાખીને સ્થળાંતર કરાવાશે. ઉનામાં એનડીઆરએફની વધુ એક ટીમ બપોર સુધીમાં પહોંચશે. ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની ત્રણ ટીમ તૈનાત રહેશે. મહુવાથી કચ્છ સુધી વાયુ વાવાઝોડાની અસર વર્તાશે. સૌરાષ્ટ્રના સાતથી વધુ જિલ્લાને અસર કરશે.

જામનગર જિલ્લાના ૨૫ ગામડાઓના લોકોનું સ્થળાંતર

વાયુ વાવાઝોડાના કારણે જામનગર જિલ્લાના ૨૫ ગામડાઓમાં વસતા લોકોને  સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જામનગરના જોડીયાના ૧૧ અને લાલપુરના બે ગામમાંથી ૧૩ હજાર ૯૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે.   જેમને વિવિધ શાળા, આશ્રમ અને સામાજિક હોલમાં ખસેડવામાં આવ્યા છે.  ત્યારે વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે.  આ ઉપરાંત મરીન કમાન્ડોની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.

Read Also


Related posts

સુરત ક્રાઈમ બ્રાન્સની ટીમ પર હુમલો કરનાર ગેગ વિશે પોલીસને મળી મોટી સફળતા

Arohi

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur

માનવીમાં અપાર શક્તિઓ છુપાયેલી, આજ વાતને નવસારીના યુવાને કરી સાર્થક

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!